IDBI બેંકમાં નોકરી મેળવવાની શાનદાર તક, નહીં આપવી પડે લેખિત પરીક્ષા, પગાર 157000 રૂપિયા સુધી
IDBI બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. જો તમે પણ IDBI બેંકમાં કામ કરવામાં ર

IDBI બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. જો તમે પણ IDBI બેંકમાં કામ કરવામાં રસ ધરાવો છો અને તમારી પાસે આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે, તો તમે સત્તાવાર વેબસાઈટ idbibank.in પર જઈને અરજી કરી શકો છો. IDBI બેંકે આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) - ગ્રેડ C અને મેનેજરની જગ્યાઓ માટે જાહેરાત કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
IDBI બેંકની આ ભરતી દ્વારા 56 જગ્યાઓ પર ભરવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવો છો, તો તમે 15 સપ્ટેમ્બર અથવા તે પહેલા અરજી કરી શકો છો.
આ જગ્યાઓ પર ભરતી થશે
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) - ગ્રેડ C - 25 જગ્યાઓ
- મેનેજર - 31 જગ્યાઓ
વય મર્યાદા
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) - ગ્રેડ C - લઘુત્તમ વય મર્યાદા 28 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ હોવી જોઈએ.
- મેનેજર- લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) - ગ્રેડ C - ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.
- મેનેજર- ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.
અરજી ફી
- જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી - 1000 રૂપિયા
- ST અને SC ઉમેદવારો માટે અરજી ફી - 200 રૂપિયા
પગાર
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) - ગ્રેડ C - પસંદ કરાયેલ ઉમેદવારને 157000 રૂપિયાનો માસિક પગાર આપવામાં આવશે.
- મેનેજર- પસંદ કરાયેલા ઉમેદવારોને 119000 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.
આ રીતે થશે પસંદગી
IDBI બેંક ભરતી 2024 માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા પછી ઇન્ટરવ્યુના આધારે પસંદ કરવામાં આવશે.






