મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Chartered Accountant / 12મું પાસ કરીને કેવી રીતે બની શકાય છે CA, અહીં જાણો દરેક વિગતો

શું તમે જાણો છો કે ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાની પ્રક્રિયા શું છે, જો નહીં, તો ચાલો જાણી

Chartered Accountant / 12મું પાસ કરીને કેવી રીતે બની શકાય છે CA, અહીં જાણો દરેક વિગતો

શું તમે જાણો છો કે ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાની પ્રક્રિયા શું છે, જો નહીં, તો ચાલો જાણીએ કે આ માટે શું કરવાની જરૂર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવું એ એક પ્રતિષ્ઠિત અને લાભદાયી કારકિર્દી વિકલ્પ છે, જે તમને ફાઈનાન્સ, એકાઉન્ટિંગ, ઓડિટ અને ટેક્સેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં કુશળતા આપે છે. ભારતમાં, CA બનવા માટે તમારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પાસ કરવી પડશે.

શૈક્ષણિક લાયકાત

CA બનવા માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. જો કે, ગ્રેજ્યુએશનની ડિગ્રી B.Com, B.B.A., B.A. (એકાઉન્ટિંગ), વગેરેની હશે તો તે વધુ ફાયદાકારક છે, કારણ કે તે તમને CAના કોર્સ માટે વધુ સારો પાયો પૂરો પાડે છે.

ICAI રજીસ્ટ્રેશન

તમારે ICAI વેબસાઈટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ફી અને અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે, જરૂરી ડોક્યુમેન્ટ, જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ પુરાવા વગેરે સબમિટ કરવાના રહેશે.

CAની પરીક્ષા

CA બનવા માટે તમારે ત્રણ લેવલની પરીક્ષાઓ પાસ કરવી પડશે.

ફાઉન્ડેશન પરીક્ષા

આ એક એડમિશન લેવલની પરીક્ષા છે, જે 12મું ધોરણ પાસ કર્યા પછી આપી શકાય છે. તેમાં ચાર વિષયોનો સમાવેશ થાય છે, એકાઉન્ટન્સી, બિઝનેસ લો, ઈકોનોમિક્સ અને બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઓપરેશન્સ રિસર્ચ. દરેક વિષયમાં ઓછામાં ઓછા 30 ટકા અને એકંદરે 50 ટકા માર્ક્સ મેળવવા ફરજિયાત છે.

ઈન્ટરમીડિયેટ પરીક્ષા

ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કર્યા પછી તમે બે ગ્રુપ્સમાં વિભાજિત ઈન્ટરમીડિયેટ પરીક્ષા આપી શકો છો.

ગ્રુપ I: એકાઉન્ટન્સી, ઓડિટિંગ અને નાણાકીય અહેવાલ
ગ્રુપ II: બિઝનેસ લો, કોર્પોરેટ અફેર્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, ટેક્સેશન અને કોસ્ટ એકાઉન્ટિંગ

ફાઈનલ પરીક્ષા

ઈન્ટરમીડિયેટ પરીક્ષાના બંને ગ્રુપ્સ પાસ કર્યા પછી, તમે ફાઈનલ પરીક્ષા આપી શકો છો. 

ગ્રુપ I: ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ, કોર્પોરેટ અફેર્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, ઓડિટીંગ
ગ્રુપ II: ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ, કોસ્ટ એકાઉન્ટિંગ એંસ ફાઈનાન્શિયલ માર્કેટ્સ, ટેક્સેશન, ડાયરેક્ટ ટેક્સેશન

ગ્રેજ્યુએટ થયા પછી

જો તમે કોમર્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હોય અને ન્યૂનતમ માર્કસ મેળવેલ હોય, તો તમે સીધા જ IPC પરીક્ષામાં બેસી શકો છો. તેમાં બે ગ્રુપ્સ હોય છે.

ગ્રુપ I: એકાઉન્ટન્સી, ઓડિટિંગ અને ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ
ગ્રુપ II: બિઝનેસ લો, કોર્પોરેટ અફેર્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, ટેક્સેશન અને કોસ્ટ એકાઉન્ટિંગ

CA ફાઈનલ પરીક્ષા

IPC પરીક્ષા પાસ કર્યા પછી તમે ફાઈનલ પરીક્ષા આપી શકો છો. તેના વિષયો 12મા પછીના CA જેવા જ છે.

આર્ટિકલશિપ

તમારે CA હેઠળ 3 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનીંગ પૂર્ણ કરવી પડશે જેને આર્ટિકલશિપ કહેવામાં આવે છે. ટ્રેનીંગ દરમિયાન, તમને વિવિધ પ્રકારના એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને ટેક્સેશન કાર્યોની ટ્રેનીંગ મળશે.

ICAI સભ્યપદ

ફાઈનલ પરીક્ષા પાસ કર્યા પછી અને આર્ટિકલશિપ પૂર્ણ કર્યા પછી, તમે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) ના સભ્યપદ માટે અરજી કરી શકો છો અને પ્રેક્ટિસિંગ સર્ટિફિકેટ મેળવી શકો છો. એકંદરે, 12મા પછી CA બનવા માટે લગભગ 5 વર્ષનો સમય લાગે છે, જ્યારે ગ્રેજ્યુએશન પછી CA બનવામાં લગભગ 4.5 વર્ષનો સમય લાગે છે.

CA બનવા માટે તમારે આ વિષયોની સારી સમજ હોવી જરૂરી છે

  • એકાઉન્ટિંગનું મૂલ્યાંકન કરવું અને એકાઉન્ટિંગ માહિતી પ્રણાલીઓનું જ્ઞાન હોવું જોઈએ.
  • વિવિધ એકાઉન્ટિંગ પ્રક્રિયાઓની સમજણ હોવી જોઈએ.
  • નાણાકીય આયોજન, નાણાકીય વ્યવસ્થાપનના નિયમો, આર્થિક નિયમો અને સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન વિશે જ્ઞાન હોવું જોઈએ.
  • ટેક્સના નિયમોની સમજ, ટેક્સ કોડ, ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ કાયદાની સમજણ હોવી જોઈએ.

CA બનવા માટે, તમારે માર્કેટમાં થતા ફેરફારો અને ટેક્સ કોડથી પણ વાકેફ હોવું જોઈએ. જેથી તમે તમારા ગ્રાહકોને વધુ સારી અને વધુ સચોટ સેવા પ્રદાન કરી શકો. વધુમાં, તમે તેમને નવીનતમ વલણો અને વિકાસના આધારે વધુ સારી નાણાકીય અને રોકાણ સલાહ પ્રદાન કરવામાં પણ સમર્થ હશો.

આ સમાચાર શેર કરો