Career Options / માત્ર MBBS જ નહીં, આ મેડિકલ કોર્સ કરીને પણ બનાવી શકો છો કરિયર

જ્યારે મેડિકલ કરિયરની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો MBBSને પ્રાધાન્ય આપે છે. જો કે, મેડિકલ ક્ષેત્રે અન્ય ઘણા કોર્સ છે, જે ન માત્ર કરિયરની તકો પ્રદાન કરે છે પરંતુ આર્થિક રીતે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આજની જરૂરિયાતો અને ટેકનોલોજીના વિકાસને કારણે અન્ય મેડિકલ કોર્સની માંગ પણ વધી છે. ચાલો જાણીએ આવા જ કેટલાક હાઈ પેઈડ મેડિકલ કોર્સ વિશે, જે તમને MBBS કર્યા વિના પણ બેસ્ટ કરિયર આપી શકે છે.
આ પણ વાંચો: એક જ વખતમાં ક્રેક કરવા માંગો છો JEE Mains? તો તૈયારી કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો
ફાર્મસી
જેઓ દવાઓના ઉત્પાદન અને ઉપયોગ વિશે જાણવા માંગે છે તેમના માટે ફાર્મસી કોર્સ (B.Pharm અથવા D.Pharm) બેસ્ટ છે. ફાર્માસિસ્ટ તરીકે, તમે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં કામ કરી શકો છો. દવાના ઉત્પાદન અને સંશોધનમાં પણ ઘણી સંભાવનાઓ છે. આ કોર્સ સાથે તમે 4થી 8 લાખ રૂપિયાનું પેકેજ મેળવી શકો છો.
ફિઝીયોથેરાપી
ફિઝિયોથેરાપી કોર્સ (BPT) તે વિદ્યાર્થીઓ માટે છે જેઓ સ્નાયુઓ અને હાડકાં સંબંધિત સમસ્યાઓની સારવાર કરવા માંગે છે. રમતગમતની દુનિયા અને હોસ્પિટલોમાં આ કોર્સની ખૂબ માંગ છે. ફિઝિયોથેરાપિસ્ટનો પ્રારંભિક પગાર પ્રતિ વર્ષ 3થી 6 લાખ રૂપિયા હોઈ શકે છે, જે અનુભવ સાથે વધે છે.
મેડિકલ લેબ ટેકનોલોજી
B.Sc. મેડિકલ લેબ ટેક્નોલોજી કોર્સ એવા લોકો માટે છે જેઓ ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટમાં રસ ધરાવતા હોય. દરેક નાની-મોટી હોસ્પિટલ અને લેબમાં આ પ્રોફેશનલ્સની માંગ હોય છે. આમાં શરૂઆતનો પગાર પ્રતિ વર્ષ 2.5થી 5 લાખ રૂપિયા હોઈ શકે છે.
રેડિયોલોજી અને ઈમેજિંગ ટેકનોલોજી
મોર્ડન મેડિસિનમાં રેડિયોલોજીનો કોર્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સીટી સ્કેન, એમઆરઆઈ અને એક્સ-રે જેવા ટેકનિકલ સાધનોનું સંચાલન કરતા નિષ્ણાતોની દરેક જગ્યાએ જરૂર છે. આ કોર્સ પછી પ્રારંભિક પગાર 4થી 10 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.
નર્સિંગ
નર્સિંગ એ માત્ર સેવા નથી, પણ એક સારો કરિયર ઓપ્શન પણ છે. B.Sc નર્સિંગ અથવા GNM કોર્સ કર્યા પછી, તમે હોસ્પિટલો, ક્લિનિક્સ અને વિદેશમાં પણ કામ કરી શકો છો. નર્સિંગના ક્ષેત્રમાં પ્રારંભિક પગાર 3થી 7 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

