મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 400થી વધુ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી, આ તારીખથી ભરી શકશો ફોર્મ

ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 400થી વધુ જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી, આ તારીખથી ભરી શકશો ફોર્મ

ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. 

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી

આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે 'ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07થી 20/07/2024 સુધીમાં OJAS પર ઓનલાઈન અરજી મંગાવવા આજે GSSSBની સત્તાવાર વેબસાઈટ પર 15:00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.'

આ સમાચાર શેર કરો