ISROમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો કેટલો મળશે પગાર અને કોણ કરી શકે છે અરજી
ભારતની પ્રમુખ સ્પેસ એજન્સી સાથે કામ કરવામાં રસ ધરાવતા લોકો પાસે તેમના સપનાને સાકાર કરવાની મોટી તક છે. ઈન્ડિયન સ્પેસ

ભારતની પ્રમુખ સ્પેસ એજન્સી સાથે કામ કરવામાં રસ ધરાવતા લોકો પાસે તેમના સપનાને સાકાર કરવાની મોટી તક છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માં 103 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ, લાયકાત ધરાવતા ઉમેદવારોને મેડિકલ ઓફિસર-SD, વૈજ્ઞાનિક/એન્જિનિયર-SC, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ સહિતની વિવિધ જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો ISROની સત્તાવાર વેબસાઈટ isro.gov.in ની મુલાકાત લઈને આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, તમે ભરતી સંબંધિત વિગતો પણ જાણી શકો છો. અરજી ફોર્મ ભરવા અને સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર, 2024 છે.
વાય મર્યાદા
- મેડિકલ ઓફિસર (SD) - 18થી 35 વર્ષ
- મેડિકલ ઓફિસર (SC) - 18થી 35 વર્ષ
- સાયન્ટિફિક એન્જિનિયર (SC) - 18થી 30 વર્ષ
- ટેકનિકલ આસિસ્ટન્ટ - 18થી 35 વર્ષ
- સાયન્ટિફિક આસિસ્ટન્ટ - 18થી 35 વર્ષ
- ટેકનિશિયન (બી) - 18થી 35 વર્ષ
- ડ્રાફ્ટ્સમેન (બી) - 18થી 35 વર્ષ
- આસિસ્ટન્ટ - 18થી 28 વર્ષ
SC/ST ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને OBC ઉમેદવારોને ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને તેમની અરજીના આધારે 21,700થી 2,08,700 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS ડિગ્રી અને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. સાયન્ટિફિક એન્જિનિયરની પોસ્ટ માટે અરજદારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે M.E./M.Tech પાસ કરેલું હોવું આવશ્યક છે.
અન્ય પોસ્ટ માટે પણ કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જે તમે સત્તાવાર નોટિફિકેશનમાં વાંચી શકો છો.








