એન્જિનિયરિંગ કર્યું છે? તો તમારા માટે છે આર્મીમાં જોડાવાની સોનેરી તક, આ રીતે કરો અરજી
જે યુવાનોએ એન્જિનિયરિંગ કર્યું છે અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને ભારતીય સેનામાં જોડાવાની

જે યુવાનોએ એન્જિનિયરિંગ કર્યું છે અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને ભારતીય સેનામાં જોડાવાની મોટી તક મળી રહી છે. ભારતીય સેના દ્વારા 141મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-141) માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે પાત્રતા પૂર્ણ કરનારા તમામ ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં જોડાવા માટે, ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડ/બ્રાંચમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, એન્જિનિયરિંગના અંતિમ વર્ષ અથવા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ આ ભરતીમાં જોડાવા માટે અરજી કરી શકે છે.
વય મર્યાદા
અરજી કરવા માટે, ઉમેદવારની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 27 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1લી જુલાઈ 2025ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોને નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા
- અરજી કરવા માટે, પહેલા joinindianarmy.nic.in પર જાઓ.
- વેબસાઈટના હોમ પેજ પર Apply Online માં રજીસ્ટર લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
- હવે અન્ય વિગતો સાથે સાઈન અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- છેલ્લે ફોર્મ સબમિટ કરો અને ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી તેને તમારી પાસે રાખો.
આ ભરતીમાં ભાગ લેવા માટે કોઈ ફી ચૂકવવાની નથી. તમામ કેટેગરીના ઉમેદવારો ફ્રીમાં અરજી ફોર્મ ભરી શકે છે.






