GATE 2025 માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, જાણો અરજી પ્રક્રિયા, યોગ્યતા અને પરીક્ષાની તારીખ
ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2025માં માટે રજીસ્ટ્રેશન-ક

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2025માં માટે રજીસ્ટ્રેશન-કમ-અરજી પ્રક્રિયા આજથી શરૂ થશે. GATE 2025 માટે વેબસાઈટ https://gate2025.iitr.ac.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર છે. જોકે લેટ ફી સાથે 7 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.
ગેટની પરીક્ષા 1, 2, 15 અને 16 ફેબ્રુઆરી 2025ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. ઉમેદવારો GATE પરીક્ષાના બે પેપરમાં બેસી શકે છે. GATE 2025ના આયોજનની જવાબદારી IIT રૂરકીની છે. એન્જિનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય ONGC સહિત ઘણા PSUs પણ GATE સ્કોરના આધારે ભરતી કરે છે.
અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારો માટે GATE પરીક્ષા માટેની અરજી ફી 1800 રૂપિયા છે. જો તમે લેટ ફી સાથે અરજી કરો છો, તો તમારે 2300 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, મહિલાઓ, SC/ST, દિવ્યાંગ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 900 રૂપિયા છે. લેટ ફી સાથે અરજી કરવા પર 1400 રૂપિયા ચૂકવવા પડશે.
કેટલા વિષયો માટે અરજી કરી શકાશે?
GATE પરીક્ષામાં માત્ર એક જ વિષય માટે અરજી કરી શકાય છે. જો બીજું પેપર (બે પેપરનું મિશ્રણ) પણ આપવાનું હોય તો સંબંધિત પેપર મૂળ અરજીમાં ઉમેરી શકાય છે. GATE પરીક્ષાની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચિમાંથી બે ટેસ્ટ પેપરનું કોમ્બિનેશન પસંદ કરવાનું રહેશે. જો GATE પરીક્ષા માટે એક કરતાં વધુ ફોર્મ ભરાયા હોય, તો માત્ર એક જ અરજી સ્વીકારવામાં આવશે. બાકીની અરજી ફી પરત કરવામાં આવશે નહીં.
લાયકાત
અંતિમ વર્ષના ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ અથવા એન્જિનિયરિંગ/ટેક્નોલોજી/આર્કિટેક્ચર/સાયન્સ/કોમર્સ/આર્ટસ/હ્યુમેનિટીઝમાં ડિગ્રી મેળવનારાઓ GATE પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ માટે કોઈ વય મર્યાદા નથી.
પરીક્ષામાં કેટલા માર્ક્સની હશે?
GATE 2025 પરીક્ષા કુલ 100 ગુણની હશે. તે કુલ ત્રણ કલાકની હશે. પરીક્ષામાં ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે - મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (MCQ), મલ્ટીપલ સિલેક્ટ ક્વેશ્ચન (MSQ) અને ન્યૂમેરિકલ આંસર ટાઈપ (NAT). દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પો હશે.








