મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Career / GATE 2025ની તૈયારી કરનારાઓ માટે છેલ્લી તક, આ તારીખ પહેલા કરો અરજી

જો તમે પણ એન્જિનીયરીંગમાં ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ (GATE) માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ સમાચાર તમારા

Career / GATE 2025ની તૈયારી કરનારાઓ માટે છેલ્લી તક, આ તારીખ પહેલા કરો અરજી

જો તમે પણ એન્જિનીયરીંગમાં ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ (GATE) માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), રૂરકીએ ફરીથી GATE 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જેમણે હજુ સુધી અરજી નથી કરી તેઓ એપ્લિકેશન વિન્ડો બંધ થાય તે પહેલા લેટ ફી સાથે અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ gate2025.iitr.ac.in પર જવું પડશે. નવા નોટિફિકેશન મુજબ GATE 2024 એપ્લિકેશન વિન્ડો 11 ઓક્ટોબરના રોજ બંધ થશે. 

કેવી રીતે અરજી કરવી

  • સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ gate2025.iitr.ac.in ની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર 'Apply Online' પર ક્લિક કરો.
  • પછી જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
  • હવે જનરેટ કરેલ આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • છેલ્લે ભાવિ સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

પરીક્ષાની તારીખ

GATE 2025 1, 2, 15 અને 16 ફેબ્રુઆરીના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની છે. 30 વિષયો માટે સવાર અને બપોર એમ બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. સંપૂર્ણ પરીક્ષા શેડ્યૂલની ચોક્કસ વિગતો સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે. 

આ સમાચાર શેર કરો