ધોરણ 12નું પરિણામ આવતીકાલે થશે જાહેર, વિદ્યાર્થીઓની આતુરતાનો અંત
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહનું 9મી મે

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહનું 9મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે 9મી મેના રોજ આખરે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. જેમાં કોમર્સ અને વિજ્ઞાનપ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
તમને જણાવી દઈએ કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની www.gseb.org વેબસાઈટ પરિણામ જાહેર કરવામાં આવશે.






