Career Option / તમને પણ ગેમ રમવી ગમતી હોય, તો આ ક્ષેત્રમાં બનાવી શકો છો કરિયર
બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી, ઘણા લોકોને તેમના ફ્રી સમયમાં ગેમ રમવી ગમે છે. ખાસ કરીને ઓનલાઈન ગેમિંગને કારણે આ ઈન્

બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી, ઘણા લોકોને તેમના ફ્રી સમયમાં ગેમ રમવી ગમે છે. ખાસ કરીને ઓનલાઈન ગેમિંગને કારણે આ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર તેજી આવી છે. આજે લોકો ઘણા નવા પ્રકારની ગેમ્સ રમવાનું પસંદ કરે છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી સૌથી ઝડપથી વિકાસ પામી રહી છે.
સામાન્ય રીતે, લોકો વિચારે છે કે જો તેઓ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માંગતા હોય તો તેઓ ફક્ત ગેમ ડેવલપર તરીકે જ કામ કરી શકે છે. જ્યારે વાસ્તવમાં તેવું નથી. આ ઈન્ડસ્ટ્રીમાં માર્કેટિંગથી લઈને પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સેલ્સ અને ફાઇનાન્સ સુધીની ઘણા પ્રકારની સ્કિલ્સ જરૂરી છે. તેથી જો તમે ગેમ ડેવલપર ન બનવા માંગતા હોવ, તો પણ તમે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી શકો છો. તો, આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા ઈચ્છતા લોકો ક્યા ક્ષેત્રોમાં જઈ શકે છે.
ગેમ ડિઝાઇનર
તમે ગેમ ડિઝાઇનર બનીને ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં તમારી કારકિર્દી બનાવી શકો છો. જેમ તમે નામ પરથી જ સમજી શકો છો, ગેમ ડિઝાઇનરનું મુખ્ય કામ કોઈપણ ગેમને ડિઝાઇન કરવાનું છે. આ તે લોકો માટે એક સારો વિકલ્પ છે જેમની પાસે ક્રિએટિવિટી છે. આ રીતે, ગેમ ડિઝાઇનર તરીકે, તમે ગેમનો કોન્સેપ્ટ તૈયાર કરી શકો છો. ગેમ ડિઝાઇનર ગેમની સ્ટોરીલાઈન અને પાત્રો વિકસાવવા માટે પ્રોગ્રામિંગ, એનિમેશન અને ઓડિયો એન્જિનિયર્સની મદદ લે છે.
ગેમ પ્લે ટેસ્ટર
ગેમ પ્લે ટેસ્ટર એ એક એવું ક્ષેત્ર છે જેમાં ઘણા લોકો તેમની કારકિર્દી બનાવવા માંગે છે. સામાન્ય રીતે લોકો માને છે કે ગેમ ટેસ્ટરનું કામ માત્ર આખો દિવસ ગેમ રમવાનું છે, પરંતુ તેમની મુખ્ય જવાબદારીઓમાં ગેમની ક્વોલિટી ચેક કરવી, ગેમમાં કોઈ બગ (Bug) હોય તો તે ઓળખવા, પ્રોગ્રામરને સુધારાઓ સૂચવવા વગેરે પણ સામેલ છે. તેમનું કાર્ય ગેમ લોન્ચ કરવામાં આવે તે પહેલા તેમના પ્રોડક્ટની ક્વોલિટી ચેક કરવાનું અને ગેમિંગ એક્સપિરિયન્સમાં સુધારો કરવાનું છે.
આ પણ વાંચો: કોલેજમાં એડમિશન લેતા પહેલા ધ્યાનમાં રાખો આ 5 બાબતો, કરિયરમાં થશે ફાયદો
ઓડિયો એન્જિનિયર
ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ઓડિયો એન્જિનિયર્સની પણ ખૂબ માંગ છે. ગેમ રમતી વખતે વિવિધ અવાજો ગેમિંગ એક્સપિરિયન્સને સુધારે છે. આને ડિઝાઇન કરવાનું કામ ઓડિયો એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે સાઉન્ડ ડિઝાઇનર તરીકે પણ ઓળખાય છે. તેઓ સાઉન્ડટ્રેક અને ઇફેક્ટ્સની મદદથી ઇન-ગેમ એક્સપિરિયન્સને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કરે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે, તમારે ઘણી રિસર્ચ કરવાની જરૂર પડી શકે છે. તમે સાઉન્ડ એન્જિનિયરિંગ અથવા ઓડિયોગ્રાફીમાં બેચલર ડિગ્રી કરીને આ દિશામાં આગળ વધી શકો છો.
ડેટા એન્જિનિયર
ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ડેટાનું પણ ખૂબ મહત્ત્વ છે. ડેટા એન્જીનીયરનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે તમામ જરૂરી ડેટા યોગ્ય રીતે કલેક્ટ, સ્ટોર અને એનલાઈઝ કરવામાં આવે છે. આ તમામ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં પણ કરવામાં આવે છે, જેથી લોકોના વર્તનને સમજીને આગળના પ્રોજેક્ટ પર કામ કરી શકાય.








