Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : become a Doctor in America by completing just a 3-year course!

Career: જાણો Americaમાં માત્ર 3 વર્ષનો કોર્સ કરીને બની શકાય છે Doctor! શું છે એડમિશનની પ્રોસેસ?

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Career: જાણો Americaમાં માત્ર 3 વર્ષનો કોર્સ કરીને બની શકાય છે Doctor! શું છે એડમિશનની પ્રોસેસ?
સોર્સ : GSTV

Americaમાં ડોક્ટર બનવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે, પરંતુ એ એક લાંબી અને ખર્ચાળ પ્રોસેસ હોય છે. ભારત કરતાં ત્યાં અલગ છે, ત્યાં તમે 12માં ધોરણ પછી MBBS કરીને ડોક્ટર બની શકતા નથી. સૌથી પહેલા ત્યાં ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરવું પડે છે, પછી MCAT જેવી પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. એ પછી વિદ્યાર્થીઓને 'ડોક્ટર ઓફ મેડિસિન' (MD) કોર્ષ માટે મેડિકલ કોલેજોમાં એડમિશન મળે છે. અમેરિકામાં MD કોર્ષ પૂર્ણ કરવામાં 4 વર્ષ લાગે છે. પરંતુ, જો તમારી પાસે એટલો સમય ન હોય તો અહીં અન્ય ઓપ્શન પણ છે.

App Store

કેટલીક યુનિવર્સિટીઓ 3 વર્ષનો MD કોર્ષ પણ ચલાવે છે

અમેરિકામાં 3 વર્ષમાં પણ ડોક્ટર બની શકાય છે. અહીંની કેટલીક યુનિવર્સિટીઓમાં 3 વર્ષનો MD કોર્ષ પણ ચલાવવામાં આવે છે, જેને ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં 3 વર્ષનો MD કોર્સ અમેરિકામાં ખૂબ જ પોપુલર બની રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ઓછા સમયમાં આખો કોર્સ શીખવવામાં આવે છે. જેથી તેમની ટ્યુશન ફી સાથે, તેઓ રેસિડેન્સીમાં પણ એડમિશન મેળવી શકે છે. જેથી તેમને જલ્દીથી ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરવાનું ઓપ્શન પણ મળી રહે છે. 

શા માટે 3 વર્ષનો MD કોર્ષ?

  • વિદ્યાર્થી દેવું ઓછુ કરવા:
    મેડિકલ સ્કૂલમાં અભ્યાસનો સમયગાળો ઘટાડવાથી ટ્યુશન ફી પણ ઘટે છે, જેના કારણે વિદ્યાર્થીઓનું દેવું પણ ઘટે છે અને તેઓ જલ્દીથી પોતાનું કરિયર શરૂ કરી શકે છે અને તે સાથે બાકી રહેલી લોન પણ વિદ્યાર્થીઓ ઝડપી પૂરી કરી શકે છે.

  • ડોક્ટરોનો અભાવ:
     હાલમાં અમેરિકાના ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં ડોક્ટરોની અછત સર્જાઈ રહી છે. જેને જોતા 2034 સુધીમાં 1.25 લાખ ડોક્ટરોની અછતનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. તેથી 3 વર્ષનો કોર્ષ કરીને વિદ્યાર્થીઓ ઝડપથી ડોક્ટર બની શકશે.

  • શિક્ષણ સેક્ટરમાં ઈનોવેશન:  
    આમાથી મોટાભાગના પ્રોગ્રામ તબીબી શિક્ષણમાં ઈનોવેશન સાથે સંબંધિત છે. 3 વર્ષનો MD પ્રોગ્રામ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, બધી બાબતો ઓછા સમયમાં કવર કરી શકાય છે. 

અમેરિકામાં અત્યારે 30 થી વધુ મેડિકલ સ્કૂલો 3 વર્ષના MD પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, એડમિશન પહેલાં જરૂરી શરતો કાળજીપૂર્વક જાણી લેવી. સામાન્ય રીતે, અમેરિકામાં MD કોર્સમાં પ્રવેશ માત્ર ત્યારે જ આપવામાં આવે છે, જો વિદ્યાર્થીએ પહેલાથી જ 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કર્યો હોય. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરી શકાય છે. પરંતુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયોમાં ગ્રેજ્યુએશન કરવું વધુ સારું ગણાય છે