Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Application process for CAT 2025 will start from this date

Career / આ તારીખથી કરી શકો છો CAT 2025 માટે અરજી, જાણો ફી અને લાયકાત સહિતની વિગતો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Career / આ તારીખથી કરી શકો છો CAT 2025 માટે અરજી, જાણો ફી અને લાયકાત સહિતની વિગતો
સોર્સ : GSTV

દેશની ટોચની બિઝનેસ સ્કૂલોમાં MBA અને અન્ય મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક મોટું અપડેટ છે. કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CAT 2025 માટેની અરજી પ્રક્રિયા 1 ઓગસ્ટ (સવારે 10 વાગ્યા) થી સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે. એકવાર અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તેના માટે ફોર્મ ભરી શકશે. તમને જણાવી દઈએ કે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તેનું વિગતવાર નોટીફીકેશન ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઈટ iimcat.ac.in પર પ્રકાશિત કરવામાં આવશે. આ વર્ષે, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોઝિકોડ આયોજક સંસ્થા છે.

App Store

પરીક્ષા ક્યારે યોજાશે?

CAT 2025 પરીક્ષા 30 નવેમ્બરે લેવામાં આવશે. CAT 2025 ત્રણ સત્રોમાં કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા, દેશની 21 IIM સહિત અન્ય ઘણી અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.

લાયકાત

પરીક્ષામાં બેસવા માટે, ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. જોકે, SC, ST અને PwD કેટેગરીના અરજદારોને 5 ટકાની છૂટ આપવામાં આવે છે.

અરજી કેવી રીતે કરવી?

અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, ઉમેદવારો નીચે આપેલા પગલાંને અનુસરીને તેમનું અરજી ફોર્મ ભરી શકશે.

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઈટની મુલાકાતલો.
  • આ પછી, સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી અરજી ફોર્મ ભરી લો.
  • આ પછી, અરજી ફી ભરી ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
  • છેલ્લે, ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અરજી ફી

આ વર્ષે, CAT રજીસ્ટ્રેશન ફી SC, ST અને PwD ઉમેદવારો માટે 1300 રૂપિયા અને અન્ય તમામ ઉમેદવારો માટે 2600 રૂપિયા છે.

મહત્ત્વપૂર્ણ તારીખો

  • અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 1 ઓગસ્ટ (સવારે 10 વાગ્યે)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 13 સપ્ટેમ્બર (સાંજે 5 વાગ્યે)
  • એડમિટ કાર્ડ જારી થવાની તારીખ: 5 નવેમ્બર
  • પરીક્ષાની તારીખ: 30 નવેમ્બર
  • અપેક્ષિત પરિણામ: જાન્યુઆરી 2026ના પહેલા અઠવાડિયામાં

આ વર્ષે, પરીક્ષા લગભગ 170 શહેરોમાં લેવામાં આવશે. ઉમેદવારોને તેમની પસંદગી મુજબ પાંચ શહેરો સિલેક્ટ કરવાની છૂટ આપવામાં આવશે. ઉમેદવારોને લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.