Career / SSC જુનિયર એન્જિનિયર ભરતી માટે અરજીઓ મંગાવી, આ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

સરકારી એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર ચ છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ JEની ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ, ssc.gov.inની મુલાકાત લઈને ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર છે, અને ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
SSC જુનિયર એન્જિનિયર પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગ ડિગ્રી/ડિપ્લોમા મેળવેલ હોવો જોઈએ. કેટલીક જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ અને અન્ય માટે 32 વર્ષ છે. અનામત શ્રેણીઓને નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે. ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ, 2026થી કરવામાં આવશે. વિગતવાર પાત્રતા વિગતો માટે, ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.
અરજી પ્રક્રિયા
- SSC JE અરજી ફોર્મ 2026 ભરવા માટે, સત્તાવાર વેબસાઈટ, ssc.gov.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમ પેજ પર અરજી કરો લિંક પર ક્લિક કરો અને પછી ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
- સૌપ્રથમ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
- આ લિંકને અનુસરીને લોગ ઈન કરીને અને અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
- અંતમાં, નિર્ધારિત અરજી ફી ચૂકવો અને ભરેલા ફોર્મનું પ્રિન્ટ કાઢી લો.
- ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વન-ટાઇમ રજીસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરવું જરૂરી છે.
- જે ઉમેદવારોએ પહેલાથી જ OTR ફોર્મ પૂર્ણ કરી લીધું છે તેઓ સીધા અરજી પ્રક્રિયામાં આગળ વધી શકે છે.
અરજી ફી
જનરલ, OBC અને EWS શ્રેણીઓના ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની સાથે 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને PH શ્રેણીના ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા અને પગાર
આ ભરતી માટે પસંદગી પામવા માટે, ઉમેદવારોએ પેપર 1 અને પેપર 2ની પરીક્ષાઓ આપવી જરૂરી રહેશે. ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને લેવલ 6 મુજબ દર મહિને ₹35,400-₹112,400 પગાર મળશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 1,748 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

