મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

ભારતીય સેનામાં NCCના 57મા ભરતી કોર્સ માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, ગ્રેજ્યુએટ ઉમેદવાર ફ્રીમાં ભરી શકે છે ફોર્મ

ભારતીય સેનાએ 11 જુલાઈ, 2024થી NCCના 57મા ભરતી કોર્સ માટે અરજી પ્રક્રિયા શરૂ ક

ભારતીય સેનામાં NCCના 57મા ભરતી કોર્સ માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, ગ્રેજ્યુએટ ઉમેદવાર ફ્રીમાં ભરી શકે છે ફોર્મ

ભારતીય સેનાએ 11 જુલાઈ, 2024થી NCCના 57મા ભરતી કોર્સ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. તમામ કેટેગરીના ઉમેદવારો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2024 છે.

શૈક્ષણિક લાયકાત

આ માટે, ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું. ઉમેદવાર અપરિણીત હોવા જોઈએ. આ ભરતી માટે સ્ત્રી અને પુરૂષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે. આ બહતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે NCCની સર્ટીફીકેટ હોવું આવશ્યક છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તે આનાથી વધુ કે ઓછી હશે, તો અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉંમર 1 જાન્યુઆરી, 2025ના રોજ ગણવામાં આવશે.

કેટલી બેઠકો

કુલ 76 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં પુરૂષ ઉમેદવારો માટે કુલ 70 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે કુલ 06 જગ્યાઓ ઉપલબ્ધ છે.

પસંદગી પ્રક્રિયા

  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે
  • SSB ઇન્ટરવ્યુ પાંચ દિવસની પ્રક્રિયા અને બે તબક્કામાં પૂર્ણ થશે.
  • ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોની તબીબી તપાસ કરવામાં આવશે
  • ત્યારબાદ અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે

કેવી રીતે અરજી કરવી?

  • અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર હાજર oin Indian Army NCC Recruitment 2024 લિંક પર ક્લિક કરો.
  • અહીં બધી જરૂરી માહિતી ભરો.
  • ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  • અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું ફોર્મ ડાઉનલોડ કરો.

આ સમાચાર શેર કરો