મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ભાગેડુ વિજય માલ્યાના દીકરાએ લંડનમાં કર્યા લગ્ન, સિદ્ધાર્થની ક્રિશ્ચિયન વેડિંગની તસવીરો થઈ વાયરલ

ભાગેડુ વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ માલ્યા લાંબા સમયથી ગર્લફ્રેન્ડ

ભાગેડુ વિજય માલ્યાના દીકરાએ લંડનમાં કર્યા લગ્ન, સિદ્ધાર્થની ક્રિશ્ચિયન વેડિંગની તસવીરો થઈ વાયરલ

ભાગેડુ વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ માલ્યા લાંબા સમયથી ગર્લફ્રેન્ડ જાસ્મિનને ડેટ કરી રહ્યો હતો. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. હવે આ કપલે તેમના સંબંધોને આગળ લઈ જઈને લગ્ન કરી લીધા છે. બંનેએ શનિવારે લંડનમાં નજીકના લોકો વચ્ચે લગ્ન કર્યા. તાજેતરમાં જ બંનેએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.

સિદ્ધાર્થ માલ્યાએ તેની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યાએ તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે લંડનમાં નજીકના લોકોની વચ્ચે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ ક્રિશ્ચિયન વેડિંગ આઉટફિટમાં જોવા મળી રહ્યું છે. ઉલ્લેખીય છે કે, આ કપલે શનિવારે લગ્ન કર્યા હતા. દુલ્હનએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ લગ્નની પહેલી તસવીર શેર કરી છે. આ ખાસ પ્રસંગે જાસ્મિન સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સિદ્ધાર્થ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે.

ફ્લોન્ટ રિંગ

આ ફોટામાં કપલ તેમની વેડિંગ રિંગ ફ્લોન્ટ કરતા જોવા મળે છે. તેના કેપ્શનમાં લખ્યું છે- ફોરેવર. સિદ્ધાર્થે વર્ષ 2023માં જાસ્મિનને પ્રપોઝ કર્યું હતું.

દીપિકા પાદુકોણને કરતો હતો ડેટ

સિદ્ધાર્થ માલ્યાનું નામ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પણ જોડાયું હતું. આ કપલ વર્ષો પહેલા એકબીજાને ડેટ કરતા હતા. બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ સિવાય સિદ્ધાર્થનું નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પણ જોડવામાં આવ્યું હતું, પરંતુ સિદ્ધાર્થે પોતે આ સમાચારોને અફવા ગણાવી અને દીપિકા સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો.

આ સમાચાર શેર કરો