Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : This stock will make investors rich in 2026! After doubling the money, now the company is going to take this big decision!

2026માં આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ! પૈસા ડબલ કર્યા પછી હવે કંપની લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય!

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
2026માં આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ! પૈસા ડબલ કર્યા પછી હવે કંપની લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય!
સોર્સ : gstv

Multibagger Stock: મલ્ટિબેગર સ્ટોક 'ગુજરાત ઇન્જેક્ટ કેરળ લિમિટેડ' (Gujarat Inject Kerala Ltd) ના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીના શેરને 10 ટુકડામાં વહેંચવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ માટે કંપનીએ જે રેકોર્ડ ડેટ નક્કી કરી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

App Store

કયા દિવસે છે રેકોર્ડ ડેટ?

ગુજરાત ઇન્જેક્ટ કેરળ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ માટે કંપનીએ પહેલા 2 જુલાઈની તારીખને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી, જેને હવે બદલીને 8 જુલાઈ 2026 કરવામાં આવી છે. એટલે કે હવે કંપનીના શેરનું વિભાજન 8 તારીખે થશે.

મંગળવારે કંપનીનો શેર 1 ટકાથી વધુના ઉછાળા સાથે 126.50 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરના ભાવમાં 12.69 ટકાનો વધારો થયો છે. 3 મહિનામાં સ્ટોકની કિંમત 61 ટકા વધી ચૂકી છે. વર્ષ 2026માં કંપનીએ પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોકે 251 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં Gujarat Inject Kerala Ltdનો શેર 255 ટકા વધ્યો છે. જ્યારે એક વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 412 ટકાની તેજી નોંધાઈ છે. કંપનીની 52-વીક હાઈ (સર્વોચ્ચ સપાટી) 128 રૂપિયા છે અને 52-વીક લો19.01 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 185.31 કરોડ રૂપિયા છે.

લોન્ગ ટર્મમાં આપ્યું મોટું રિટર્ન

બે વર્ષમાં આ સ્ટોકે 655 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં આ સ્ટોક 1287 ટકા જેટલો ઉછળ્યો છે. આ ગાળા દરમિયાન સેન્સેક્સ ઇન્ડેક્સમાં 18.17 ટકાની તેજી જોવા મળી છે. ખાસ નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2025ના ડેટા અનુસાર આ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ (જાહેર જનતાની ભાગીદારી) 100 ટકા છે.

(ચેતવણી: આ કોઈ રોકાણ કરવાની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા પ્રમાણિત નિષ્ણાતોની સલાહ જરૂર લેવી.)