ભારે અફરાતફરી વચ્ચે શેરબજારમાં મુંઝવણની સ્થિતિ, જાણો શું છે કારણો.
શેરબજારમાં મુખ્ય સૂચકાંક સતત બે દિવસથી તેજી સાથે બંધ રહ્યા બાદ મંગળવારે ઉપલા સ્તરેથી ઘટાડો જો

શેરબજારમાં મુખ્ય સૂચકાંક સતત બે દિવસથી તેજી સાથે બંધ રહ્યા બાદ મંગળવારે ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ સ્તર પર બંધ થયા છે. આજે નિફ્ટી 28 પોઈન્ટ(0.11%) ઘટીને 24,195 ના સ્તર પર બંધ થઈ, જ્યારે સેન્સેક્સ 106 પોઈન્ટ(0.13%) ઘટીને 80,005 ના સ્તર પર બંધ થયો. તમને જણાવી દઈએ કે સવારે બંને સૂચકાંકોએ સારા ગેપ સાથે કામકાજ શરૂ કર્યું હતું.
આજના ટોપ ગેઇનર્સ શેરો
મંગળવારે, એશિયન પેઇન્ટ્સનો શેર 1.85% વધીને રૂ. 2,505 પર બંધ થયો હતો, જ્યારે ઇન્ફોસિસનો શેર 1.83 ટકા વધીને રૂ. 1,924 પર બંધ થયો હતો. આ પછી, જેએસડબલ્યુ સ્ટીલનો શેર 1.09% ના વધારા સાથે 963.60 પર બંધ થયો, જ્યારે ટીસીએસ 0.88% ના વધારા સાથે 4,353 પર બંધ થયો. તે જ સમયે, ટેક મહિન્દ્રા 0.74% ના વધારા સાથે 1,745 પર બંધ થયો, જ્યારે આરઆઇએલ 0.68% ના વધારા સાથે 1,296 પર બંધ થયો.
આ શેરોમાં નોંધાયો ઘટાડો
તે જ સમયે, અમેરિકન રેટિંગ એજન્સી ફિચ દ્વારા અદાણીના શેર પર નકારાત્મક રેટિંગ પછી, અદાણી પોર્ટ્સ સેઝના શેર સૌથી વધુ તૂટ્યા છે. તેનો શેર 3.26% ઘટીને 1,129ના સ્તરે બંધ થયો હતો, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 2.94% ઘટીને 11,121ના સ્તરે બંધ થયો હતો. આ પછી, સન ફાર્મા 2.08% ઘટીને 1,762 પર બંધ થયો, જ્યારે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા 1.99% ઘટીને 2,985 પર બંધ થયો. તે જ સમયે, એનટીપીસી 1.84% ના ઘટાડા સાથે 361.65 ના સ્તર પર બંધ થયો.
આઇટી અને એફએમસીજી શેરોમાં ધૂમ લેવાલી
આજના કારોબારમાં નિફ્ટી આઇટી અને નિફ્ટી એફએમસીજી સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી. નિફ્ટી આઈટી આજે 1.07% ના વધારા સાથે 44,086 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી FMCG 0.84% મજબૂત થઈને 57,838 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, બેંક નિફ્ટી 0.03% ઘટીને 52,192 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ફાર્મા 0.97% ના ઘટાડા સાથે 21,962 ના સ્તર પર અને છેલ્લે નિફ્ટી ઑટો 1.28% ના ઘટાડા સાથે 23,413 ના સ્તર પર બંધ થયો.
શેરબજારમાં 26-11એ ઘટાડાના કારણો
અદાણી ગ્રુપના શેરમાં ભારે વેચવાલીથી આજે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ (સંશોધન) અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે, “માર્કેટ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું અને તાજેતરના ઉછાળા પછી સપાટ બંધ થયું હતું. નિફ્ટી 24,192 પર બંધ થતા પહેલા સાંકડી રેન્જમાં અથડાયો હતો.
ચોઈસ બ્રોકિંગના રિસર્ચ એનાલિસ્ટ મંદાર ભોજણેએ જણાવ્યું હતું કે, રોકાણકારો શિસ્તબદ્ધ રિસ્ક મેનેજમેન્ની વ્યૂહરચના જાળવીને મંદી દરમિયાન નીચા સપોર્ટ સેક્ટરમાં ગુણવત્તાયુક્ત શેરોમાં રોકાણ કરી શકે છે.
યુ.એસ.માં લાગેલા આરોપો પછી, અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓને મંગળવાર સહિત ચાર સત્રોમાં બજાર મૂલ્યની દ્રષ્ટિએ આશરે $34 બિલિયનનું નુકસાન થયું છે. જો કે, જૂથે આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને "પાયાવિહોણા" ગણાવ્યા છે.
38 દિવસ બાદ એફઆઇઆઇ લેવાલ બની
રેકોર્ડ 38 દિવસની વેચવાલી પછી, વિદેશી રોકાણકારો સોમવારે પ્રથમ વખત ભારતીય શેરના ચોખ્ખા ખરીદદાર બન્યા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારે રૂ. 9,947.55 કરોડના શેર ખરીદ્યા હતા. આ આંકડો 20 સપ્ટેમ્બર પછી સૌથી વધુ છે.








