શું હેલ્થ-લાઇફ ઇંશ્યોરન્સ પર GST હટાવાશે? 9 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં થશે સમીક્ષા
હેલ્થ અને લાઇફ ઇંશ્યોરન્સ પ્રીમિયમ પર વસુલવામાં આવતા GST પર ચર્ચા માટે 9 સપ્ટેમ્બર 2024માં GST કાઉન્સિલની બેઠક બોલા

હેલ્થ અને લાઇફ ઇંશ્યોરન્સ પ્રીમિયમ પર વસુલવામાં આવતા GST પર ચર્ચા માટે 9 સપ્ટેમ્બર 2024માં GST કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આ 54મી બેઠક મળશે જેમાં રાજ્યના નાણા મંત્રીઓની સાથે હેલ્થ ઇંશ્યોરન્સ અને લાઇફ ઇંશ્યોરન્સ પર વસૂલવામાં આવતા GST પર ચર્ચા કરાશે.
GST કાઉન્સિલે એક્સ પર પોતાના ઓફિશિયલ હેન્ડલ પર પોસ્ટ કરતા તેની જાણકારી આપી છે. 9 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં મળશે.
આ મહત્ત્વના મુદ્દા પર થશે ચર્ચા
ઇંશ્યોરન્સ પર GST સિવાય આ બેઠકમાં વ્યાજ દરોને આસાન બનાવવા, ટેક્સ સ્લેબને ઓછો કરવા પર ચર્ચા થવાની આશા છે. કેન્દ્ર અને રાજ્યના નાણા મંત્રીઓની GST પરિષદ, વસ્તુ અને સેવા કર (GST) મામલે સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. આ સંસ્થા એક જુલાઇ 2017થી કામ કરી રહી છે.
ઇંશ્યોરન્સને લઇને થઇ શકે છે નિર્ણય
ઇંશ્યોરન્સને લઇને નિર્મ થવો એટલા માટે પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે તાજેતરમાં ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એક નિવેદન આપ્યું હતું. નાણા મંત્રીએ કહ્યું હતું કે લાઇફ એન્ડ હેલ્થ ઇંશ્યોરન્સના પ્રીમિયમ પર લાગનારા 18% GSTને હટાવવા પર સરકાર વિચાર કરી શકે છે. ઇંશ્યોરન્સ પર GST હટાવવાની માંગ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કરી હતી. નિતિન ગડકરીએ નાણા મંત્રીને પત્ર લખીને ઇંશ્યોરન્સ હટાવવાની માંગ કરી હતી.








