EPFOમાં પ્રથમ વખત રજિસ્ટર કરનારા લોકોને 15 હજાર રૂપિયા મળશે, બજેટમાં નાણા મંત્રીની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-2025 માટે પોતાનું સાતમું કેન્

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-2025 માટે પોતાનું સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યાં છે. આ દરમિયાન નોકરી કરતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે સરકાર સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવનારા લોકોને પ્રથમ મહિનાનો પગાર આપશે.
આ સિવાય સરકાર રોજગારના પ્રથમ 4 વર્ષમાં EPFOમાં પણ યોગદાન આપશે. આ અંતર્ગત સરકાર એમ્પ્લોયરને દર મહિને 3000 રૂપિયાની સહાય આપશે. EPFO સાથે નોંધાયેલ પ્રથમ વખતના કર્મચારીઓને 3 હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ 15,000 રૂપિયા સુધીનો એક મહિનાનો પગાર આપવામાં આવશે.
આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.






