મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સોવરિન ગોલ્ડ બોન્ડ બંધ કરી શકે છે સરકાર! જો બંધ થશે તો રોકાણકારોનું શું થશે?

સોનામાં રોકાણ કરનારાઓ માટે માઠા સમાચાર છે. હકિકતમાં સોનાના કારોબાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે સ

સોવરિન ગોલ્ડ બોન્ડ બંધ કરી શકે છે સરકાર! જો બંધ થશે તો રોકાણકારોનું શું થશે?

સોનામાં રોકાણ કરનારાઓ માટે માઠા સમાચાર છે. હકિકતમાં સોનાના કારોબાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકાર સોનામાં રોકાણની આ યોજના બંધ કરી શકે છે. આ સિવાય ઘણા સૂત્રોનું એવું પણ માનવું છે કે જો આ સ્કીમ બંધ નહીં થાય તો તેના હપ્તા પણ ઘટાડી શકાય છે. જો આ બેમાંથી કોઈ એકનો અમલ થાય તો સારા વળતરની અપેક્ષાએ આ સ્કીમમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.

એક સમાચાર મુજબ સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા બાદ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની માંગ ઘટી શકે છે. ઉપરાંત આ યોજના સરકાર માટે મોંઘી બની રહી છે. એટલા માટે જ સરકાર આ યોજનાને બંધ કરવા અથવા તેને ઘટાડવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ, એક વરિષ્ઠ સરકારી અધિકારીનું કહેવું છે કે, સરકારે આ નાણાકીય વર્ષ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરવાના લક્ષ્યાંકમાં 38 ટકાનો ઘટાડો કર્યો છે. સરકાર નાણાકીય વર્ષ 2024-25 માટે 18,500 કરોડ રૂપિયાનું 'પેપર ગોલ્ડ' જારી કરવાની યોજના બનાવી રહી છે.

શું છે આ સ્કીમ?

સરકાર સોનામાં રોકાણ સંબંધિત અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ તેમાંથી એક છે. તેની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. આ ગોલ્ડ બોન્ડ સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. સરકાર આ સ્કીમ બહાર પાડતી હોવાથી તેમાં રોકાણ પર વળતરની ખાતરી આપવામાં આવે છે. આ યોજના માટે સમયાંતરે શ્રેણી બહાર પાડવામાં આવે છે. આનો અર્થ એ છે કે જ્યારે સિરીઝ રિલીઝ થશે ત્યારે જ તમે તેમાં રોકાણ કરી શકશો. હાલમાં, આ યોજનામાં રોકાણ પર વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. તેની પાકતી મુદત 8 વર્ષ છે.

આ સમાચાર શેર કરો