ફાઉન્ડરે IPO આવે એ પહેલા પોતાની કંપની વેચી, 400 કર્મચારીઓને રાતોરાત બનાવ્યા કરોડપતિ
46 વર્ષીય જ્યોતિ બંસલે 2007માં તેનું સોફ્ટવેર સ્ટાર્ટઅપ એપડાયનેમિક્સ $3.7 અબજ ડોલરમાં વેચ્યું હતું. આ ડીલથી તેણે

46 વર્ષીય જ્યોતિ બંસલે 2007માં તેનું સોફ્ટવેર સ્ટાર્ટઅપ એપડાયનેમિક્સ $3.7 અબજ ડોલરમાં વેચ્યું હતું. આ ડીલથી તેણે પોતાના 400 કર્મચારીઓને રાતોરાત કરોડપતિ બનાવી દીધા. જો કે ટેક કંપનીના ફાઉન્ડરે જણાવ્યું હતું કે, આ સોદો તેના જીવનનો સૌથી સુખદ દિવસ હતો.
આ પણ વાંચો: અદાણી ગ્રુપના વિવાદ પર સેબીની પહેલી પ્રતિક્રિયા, અમેરિકાના આરોપો પર આવું કહ્યું
આઇપીઓ આવે તે પહેલા જ વેચવો પડ્યો કારોબાર
સાનફ્રાન્સિસ્કો સ્થિત સોફ્ટવેર બોસ જ્યોતિ બંસલે એપડાયનેમિક્સની સ્થાપના કરી હતી. તેને 2017માં 3.7 અબજ ડોલરમાં સિસ્કોને વેચી દીધી હતી. આ કંપનીનો આઇપીઓ આવવાનો હતો. સાનફ્રાન્સિસ્કોમાં રહેનારા અને ભારતમાં જન્મનારા ઉદ્યોગ સાહસિક જ્યોતિ બંસલ કંપનીમાં અધ્યક્ષ અને સૌથી મોટા શેરધારક પણ હતાં. તેમને આઇપીઓ પછી પણ ફાયદો થાત. પરંતુ જ્યારે સિસ્કોએ કંપનીને 3.7 અબજ ડોલરમાં ખરીદવાની ઓફર આપી તો તેમણે પોતાના કર્મચારીઓના ફાયદા વિશે વિચારીને તેને વેચવાનો નિર્ણય લીધો હતો. આ સમયે પોતાના એ કર્મચારીઓ વિશે પહેલા વિચાર્યું, જેમણે કંપનીને આ મુકામ સુધી પહોંચવામાં મદદ કરી હતી.
સીએનબીસી મેક ઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યોતિએ જણાવ્યું હતું કે, જ્યારે તેણે પોતાની કંપની વેચી તો એપડાયનામિક્સ માટે કામ કરનારા લગભગ 400 લોકોના શેરોનું મૂલ્ય દસ લાખ ડોલર અથવા તો તેનાથી પણ વધારે થઇ ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમના કેટલાય કર્મચારીઓનું જીવન બદલનારા સોદાથી તરત જ 50 લાખ ડોલરથી વધુ મળ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, કંપનીના લોકો ખુશ હતાં. તેમણે ક્યારેય આટલા બધા પૈસાની કલ્પના કરી હતી. ઘણાએ નવી કાર, નવું મકાન ખરીદ્યું હતું. હું એક એવા વ્યક્તિને ણ જાણું છે કે, તેણે છ મહીનાની રજા લીધી હતી. એક આરવી ભાડે લીધું અને આખા દેશનો પ્રવાસ ખેડ્યો. આખરે એને પૈસા વાપરવાની પૂરેપૂરી મોકળાશ મળી. પોતાની સામુહિક જીતનો જશ્ન મનાવવા માટે તેમણે સિસ્કો અને તેના એપડાયનેમિક્સ કર્મચારીઓ બંને માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે તેમણે જણાવ્યું કે, એ દિવસને કાયમ અફસોસ અનેે પછતાવાની સાથે યાદ કરે છે.
દુઃખ અને પછતાવો
ઇન્ટર્વ્યુ દરમિયાન એ કહે છે કે, હું દુઃખી અને ઉદાસ હતો. મારા જીવનના નવ વર્ષ મેં પૂરી રીતે કંપની માટે સમર્પિત કર્યા હતાં અને ફરી અચાનક એક અધ્યાયનો અંત થઇ ગયો. તેમણે જણાવ્યું કે, કંપનીનો વેચવાનો નિર્ણય ખૂબ દુઃખી કરનારો હતો. બંસલે જણાવ્યું હતું કે, તેને હંમેશા એવું લાગે છે કે, તેની કંપની મોટી થઇ શકત અને તે ઓર સફળ થઇ શકતા હતાં. જો કે આ ડીલના સાત વર્ષ બાદ તેમણે બે વધુ સોફ્ટવેર સ્ટાર્ટ અપ-ટ્રેસેબલ એન્ડ ટુડે, હાર્નેસ બનાવ્યા અને તેની માર્કેટ વેલ્યુ 3.7 અબજ ડોલર છે. આ રકમ તેણે એપ઼ાયનેમિક્સ સ્ટાર્ટ અપ વેચેલું તેમાંથી આવી હતી અને તેનો ઉપયોગ કર્યો હતો.






