મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

પ્રથમ ત્રિમાસિકમાં TCSએ 12,040 કરોડનો કર્યો નફો, રોકાણકારોને આટલા રૂપિયા ડિવિન્ડ આપશે

આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCC) એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામ

પ્રથમ ત્રિમાસિકમાં TCSએ 12,040 કરોડનો કર્યો નફો, રોકાણકારોને આટલા રૂપિયા ડિવિન્ડ આપશે

આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCC) એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ટીસીએસ કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 12,040 કરોડનો નફો કર્યો છે, જે વાર્ષિક ધોરણે 9 ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે સોફ્ટવેર સેવાઓની નિકાસ કરતી દેશની સૌથી મોટી આઈટી કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ક્વાર્ટરમાં 11,074 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. 

ટીસીએસની આવકમાં પાંચ ટકાનો વધારો

એપ્રિલ-જૂન, 2024-25 ક્વાર્ટરમાં ટીસીએસની કામગીરીમાંથી આવક પણ 5 ટકા વધીને રૂ. 62,613 કરોડ થઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 59,381 કરોડ હતી. જોકે, ટીસીએસનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં 3.1 ટકા ઘટ્યો હતો. 

ટીસીએસ દ્વારા ડિવિડન્ડની કરાઈ જાહેરાત

ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની સાથે ટીસીએસે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ટીસીએસએ તેના રોકાણકારો દરેક ઇક્વિટી શેર પર રૂ. 10ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ટીસીએસનો શેર આજે ઘટાડા સાથે બંધ થયો હતો. ટીસીએસનો શેર 0.18 ટકા અથવા રૂ. 7.15 ઘટીને રૂ. 3,902 પર બંધ થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ટીસીએસનું પ્રદર્શન આવક અને ચોખ્ખા નફાના સંદર્ભમાં બ્લૂમબર્ગના અંદાજ કરતાં વધી ગયું છે. બ્લૂમબર્ગે ટીસીએસની આવક રૂ. 62,128 કરોડ અને નફો રૂ. 11,959 કરોડનો અંદાજ મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો