મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

TBO Tek IPO Listing: ટીબીઓ ટેકના રોકાણકારોને બલ્લે-બલ્લે, શેર 55 ટકાના ઉછાળા સાથે થયો લિસ્ટ

ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન કંપની ટીબીઓ ટેકનો શેર બુધવારે રૂ. 920ની ઇશ્યૂ કિંમતથી 55 ટકાના ઉછાળા સાથે બજારમાં

TBO Tek IPO Listing: ટીબીઓ ટેકના રોકાણકારોને બલ્લે-બલ્લે, શેર 55 ટકાના ઉછાળા સાથે થયો લિસ્ટ

ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન કંપની ટીબીઓ ટેકનો શેર બુધવારે રૂ. 920ની ઇશ્યૂ કિંમતથી 55 ટકાના ઉછાળા સાથે બજારમાં લિસ્ટ થયો હતો. શેર બીએસઇ પર રૂ. 1,380 પર લિસ્ટ થયો હતો, જે ઇશ્યૂ ભાવથી 50 ટકા વધુ હતો. બાદમાં તે 58.25 ટકાના ઉછાળા સાથે રૂ. 1,455.95 પર પહોંચ્યો હતો.

પ્રાઇસ બેન્ડ 875-920 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાઈ હતી

શુક્રવારે બિડિંગના છેલ્લા દિવસે ટીબીઓ ટેકનો 86.70 વખત સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીના રૂ. 1,551 કરોડના આઇપીઓમાં રૂ. 400 કરોડ સુધીના નવા શેર અને 1,25,08,797 ઇક્વિટી શેરના વેચાણ માટે (ઓએફએસ)નો સમાવેશ થાય છે. આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ 875-920 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

100થી વધુ દેશોમાં સેવા આપી રહી છે

ટીબીઓ ટેક એ વૈશ્વિક મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગમાં અગ્રણી મુસાફરી વિતરણ પ્લેટફોર્મ છે.  જૂન 2023 સુધીમાં 100થી વધુ દેશોમાં સેવા આપી રહી છે.

આ સમાચાર શેર કરો