Stock Market: શેરબજારે છેલ્લી ઘડીએ શાનદાર તેજી ગુમાવી, આ શેરોમાં જોવા મળ્યો ઉછાળો
Stock market Stock market Increase | ભારતીય શેરબજારમાં મંગળવારે શાનદાર તેજી જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 78,350ની સપાટીએ ટ

ભારતીય શેરબજારમાં મંગળવારે શાનદાર તેજી જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 78,350ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટ વધીને 23,750ના સ્તરે ટ્રેડ થઈ હતો. પરંતુ ટ્રેડિંગના અંતિમ ઘડીમાં માર્કેટે શાનદાર તેજી ગુમાવી દીધી હતી.
સેન્સેક્સમાં 239 પોઈન્ટનો વધારો
મંગળવારે બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 239 પોઈન્ટ વધીને 77,578ના સ્તરે જ્યારે નિફ્ટી પોઈન્ટ વધીને 23,518ના સ્તરે ક્લોઝ થયો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.07 ટકા, એચડીએફસી બેન્ક 1.82 ટકા, ટાઇટન 1.58 ટકા, સન ફાર્મા 1.46 ટકા, ટાટા મોટર્સ 1.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.07 ટકા, પાવર ગ્રીડ, 0.76 ટકા, એડની 0.67 ટકા પોર્ટ્સ 0.59 ટકાના વધારા સાથે બંધ થયા છે.
આ શેરો લાલ નિશાને થયા બંધ
રિલાયન્સ 1.83 ટકા, SBI 1.43 ટકા, બજાજ ફિનસર્વ 1.21 ટકા, મારુતિ 1.20 ટકા, ટાટા સ્ટીલ 1.17 ટકા, ભારતી એરટેલ 0.98 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો
શેરબજારમાં ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 430.39 લાખ કરોડ પહોંચી ગઈ છે. જ્યારે ગત સત્રમાં 429.08 લાખ કરોડ રૂપિયા હતી. પરિણામે આજે રોકાણકારોને 1.31 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.








