મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 230 પોઈન્ટ જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ ઘટ્યો

શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, જોકે આ ઘટાડો નજીવો હતો. આજે સે

શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 230 પોઈન્ટ જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ ઘટ્યો

શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, જોકે આ ઘટાડો નજીવો હતો. આજે સેન્સેક્સ 230 પોઈન્ટ અથવા 0.28% ઘટીને 81,381 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ અથવા 0.14% ઘટીને 24,960ની ઉપર બંધ થયો. આજે નિફ્ટી ફાર્મા, નિફ્ટી મેટલ અને આઈટી સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. જેના કારણે ટોપ 5 ગેઇનર્સમાં ત્રણ આઈટી શેરોના નામ સામેલ છે.

શુક્રવારે સવારે શેરબજાર નિફ્ટી 13 પોઈન્ટના વધારા સાથે 24985ના સ્તર પર ખુલ્યું હતું, જ્યારે સેન્સેક્સ 133 પોઈન્ટ ઘટીને 81479ના સ્તર પર ખુલ્યો હતો. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી નિફ્ટી એક જ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ માટે 25000 થી 24900 નો ઝોન મહત્વનો સપોર્ટ ઝોન સાબિત થયો છે.

આજના ટોપ ગેઇનર્સ સ્ટોક

આજે એચસીએલ ટેકના શેરમાં સૌથી વધુ વધારો થયો છે. આ શેર 1.72 ટકાના ઉછાળા સાથે રૂ. 1,840 પર બંધ થયો હતો, જ્યારે ટેક મહિન્દ્રાનો શેર 1.69 ટકાના ઉછાળા સાથે રૂ. 1,647 પર બંધ થયો હતો. આ પછી, એચયુએલ  શેર 1.04 ટકા વધીને 2,783 ના સ્તરે બંધ થયો, જ્યારે ઇન્ફોસિસ 0.84 ટકા વધીને 1,935 ના સ્તરે બંધ થયો. આ પછી, ટાઇટન કંપનીના શેર 0.79% ના ઉછાળા સાથે 3,474 ના સ્તરે અને સન ફાર્માના શેર 0.76% ના ઉછાળા સાથે 1,902 ના સ્તરે બંધ થયા.

આજના ટોપ લૂઝર્સ શેરો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 1.88 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે પછી તેના શેર 3,134ના સ્તરે બંધ થયા છે, જ્યારે ટીસીએસમાં 1.85% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે 4,149 ના સ્તરે બંધ થયો છે. આ પછી આઇસીઆઇસીઆઇ  બેન્ક 1.65% ઘટીને રૂ. 1,223 પર બંધ થયો, જ્યારે મારુતિ સુઝુકી 1.30% ઘટીને રૂ. 12,777 પર બંધ થયો. ઉપરાંત, પાવર ગ્રીડ 1.29% ઘટીને રૂ. 330.05 પર બંધ થયો હતો, જ્યારે એક્સિસ બેન્કનો શેર 1.00% ઘટીને રૂ. 1,172 થયો હતો.

નિફ્ટી બેન્કમાં ભારે ઘટાડો

શેરબજારના આજના કામકાજમાં સૌથી વધારે લેવાલી નિફ્ટી ફાર્મા અને નિફ્ટી મેટલમાં જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 1.19%ના વધારા સાથે 23,582 પર બંધ થયો, જ્યારે નિફ્ટી મેટલ 0.94%ના વધારા સાથે 9,933 પર બંધ થયો. નિફ્ટી આઇટી 0.59% વધીને 42,336 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી એફએમસીજી 0.04% વધીને 62,080 ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નિફ્ટી બેંક 0.70% ઘટીને 51,172 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી રિયલ્ટી 0.69% ઘટીને 1,041 ના સ્તર પર બંધ થયો.

આ સમાચાર શેર કરો