સરકારની આ યોજનાઓમાં કરો રોકાણ, સૌથી વધુ થશે ટેક્સ બચત
ભારતમાં દરેક વ્યક્તિને આવી રોકાણ યોજનાઓ વિશે જાણવું હોય છે, જ્યાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકા

ભારતમાં દરેક વ્યક્તિને આવી રોકાણ યોજનાઓ વિશે જાણવું હોય છે, જ્યાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકાય છે. ભારતમાં આના માટે ઘણા વિકલ્પો છે. જે તમને ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે. આમાંથી કયો રોકાણ વિકલ્પ તમારા માટે યોગ્ય છે તે જાણવું તમને ફાઇનેન્શિયલ સિક્યોરિટી પ્રોવાઇડ કરાવે છે. તેમજ કલમ 80C, 80D અને આવકવેરાના અન્ય વિભાગો હેઠળ કર કપાત પર પણ લાભ આપે છે. તેથી આજે અમે તમને જણાવીશું રોકાણની કેટલીક એવી રીત જ્યાં રોકાણ કર્યા પછી તમે પણ ટેક્સ બચાવી શકો છો.
હેલ્થ ઈન્સ્યોરન્સ લઈને બચાવી શકો છો ટેક્સ
દરેક વ્યક્તિના જીવનમાં સ્વાસ્થ્ય એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે જ્યારે લોકો બીમાર પડે છે, ત્યારે તેમની કમાણીમાંથી સારી એવી રકમ સારવારમાં જતી રહે છે. તેથી જ હવે ઘણા લોકો આ માટે અગાઉથી તૈયાર થઈ જાય છે. હવે ઘણા લોકો તેમનો સ્વાસ્થ્ય વીમો કરાવે છે. આજના સમયમાં વ્યાપક સ્વાસ્થ્ય વીમા પોલિસી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ તમને મુશ્કેલ સમયમાં ઘણી મદદ કરે છે અને સારવાર પર ખર્ચવામાં આવતા ઘણા પૈસા બચાવે છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય વીમા પોલિસીનો ફાયદો એ છે કે તમને આવકવેરાની કલમ 80D હેઠળ ટેક્સમાં છૂટ પણ મળે છે. તમારા સ્વાસ્થ્ય વીમાની સાથે તમે તમારા પરિવારના સભ્યો સહિત માતા-પિતાનો સમાવેશ કરી તેમના માટે બેલેન્સ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકો છો અને કર મુક્તિનો દાવો કરી શકે છે.
ગેરેન્ટેડ રિટર્ન પ્લાન પર પણ બચાવી શકો છો ટેક્સ
બજારનો કોઈ ભરોસો નથી. બજાર ક્યારે ઉપર જાય અને બજાર ક્યારે નીચે જાય છે. એટલા માટે ગેરેન્ટેડ રિટર્ન પ્લાનમાં રોકાણ કરવું યોગ્ય છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. આ પ્લાનમાં તમને હાઇ અને સેફ રિટર્ન મળે છે. તો સાથે જ તમને ટેક્સમાં બચત પણ પ્રદાન કરે છે. જો તમારી ઈન્વેસ્ટર પ્રોફાઇલ સારી છે તો અહીં તમને 7.5 ટકા સુધીનું વળતર મળે છે. આ સ્કીમ લાઇફ ઈન્શ્યોરન્સ કમ્પોનેન્ટ અંદર આવે છે એટલે તેમાં તમને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીનું ટેક્સ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
આ યોજનાઓમાં પણ કરી શકો છો રોકાણ
આ સાથે તમે રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. તેનો પીરિયડ્સ પણ લાંબો નથી હોતો અને જોખમ પણ ઘણું ઓછું હોય છે. તેમજ તમે પબ્લિક પ્રોબેબિલિટી ફંડ એટલે કે પીપીએફમાં રોકાણ કરીને પણ લાભ મેળવી શકો છો અને સાથે જ તમે ટેક્સ બચતનો પણ લાભ લઈ શકો છો. આ ઉપરાંત તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ રોકાણ કરી શકો છો.






