Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex today: Market at 2-month low: Sensex falls 572 points, while Nifty-50 closes below 24,700 level

Sensex today: બજાર 2 મહિનાના નીચલા સ્તરેઃ સેન્સેક્સ 572 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી-50 24,700ના સ્તરથી નીચે બંધ થયો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Sensex today: બજાર 2 મહિનાના નીચલા સ્તરેઃ સેન્સેક્સ 572 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી-50 24,700ના સ્તરથી નીચે બંધ થયો
સોર્સ : GSTV News

Sensex today: સોમવારે પણ શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો અને શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. સોમવારે બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. છેલ્લા 3 દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

App Store

સોમવારે, સેન્સેક્સ 81,299 પર ખુલ્યો અને દિવસના અંત સુધીમાં, તે 0.70 ટકાના ઘટાડા સાથે 80,891 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી-50 સોમવારે 24,782 પર ખુલ્યો અને દિવસના અંત સુધીમાં, તે 0.63 ટકાના ઘટાડા સાથે 24,680 પર બંધ થયો.

બેન્ચમાર્ક ઈન્ડેક્સની સાથે, બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ઘટાડા સાથે બંધ થયા. એક તરફ, બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.73 ટકા ઘટ્યો અને બીજી તરફ, બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.31 ટકા ઘટ્યો.

આ સમયગાળા દરમિયાન, રોકાણકારોને એક જ સત્રમાં રૂ. 4 લાખ કરોડનું નુકસાન થયું, કારણ કે બજારનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. 451.7 લાખ કરોડથી ઘટી ગયું.શેરબજારમાં એક શેરના વધારાની સામે ત્રણ શેર ઘટ્યા હતાં. આજના ઘટાડા સાથે શેરબજાર ત્રણ મહીનાના નીચલા સ્તરે આવી ગયું હતું. ટીસીએસમાંથી છટણીના સમાચારો આવતા હેવી વેઇટ આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ આવ્યું હતું.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

નિફ્ટી 50ના ટોપ ગેઇનર્સની વાત કરવામાં આવે તો સૌથી ટોચ પર શ્રીરામ ફાઇનાન્સનો શેર રહ્યો હતો. આ શેર 2.86 ટકા વધ્યો હતો. આ પછી, સિપ્લા 2.58 ટકા, હીરો મોટોકોર્પ 1.43 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ 1.09 ટકા અને SBI લાઇફ 1.01 ટકા વધ્યા.

નિફ્ટી- 50ના ટોપ લૂઝર્સ પર નજર નાંખવામાં આવે તો તેમાં સાત ટકાના ઘટાડો સાથે સૌથી વધારે નુકસાન કોટક બેન્કના શેરને થયું હતું. આ પછી, બજાજ ફાઇનાન્સ 3.64 ટકા, વિપ્રો 3.54 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 2.63 ટકા અને ભારતી એરટેલ 2.46 ટકા ઘટ્યા.

સેક્ટરોલ ઈન્ડેક્સ

જોકે બધા ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા, નિફ્ટી ફાર્મા અને એફએમસીજી માં હજુ પણ વધારો જોવા મળ્યો અને અનુક્રમે 0.43 ટકા અને 0.28 ટકાના વધારા સાથે બંધ થયા.

સૌથી વધારે નુકસાન નિફ્ટી રિયલ્ટીમાં નૌંધાયુ હતું, તેમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો.  ત્યારબાદ નિફ્ટી મીડિયામાં 2.70 ટકા, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ 2 ટકા, નિફ્ટી કેપિટલ માર્કેટ 1.72 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 1.65 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 1.20 ટકા અને નિફ્ટી મેટલ 1.15 ટકા ઘટ્યા હતા.