Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex-Nifty rise amid tensions in the Middle East, rupee also strengthens, crude oil surges

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સેન્સેક્સ- નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે  સેન્સેક્સ- નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો
સોર્સ : GSTV

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ઈરાન અને ઈઝરાયલ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તેની નહીંવત અસર ભારતીય શેરબજારમાં જોવા મળી. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જ્યારે રૂપિયો પણ ડૉલરની સામે મજબૂત થયો છે. જોકે બીજી બાજુ ક્રૂડ ઓઈલના ભાવમાં એકઝાટકે મોટો ઉછાળો આવ્યો છે જે ચિંતાનો વિષય છે. 

App Store

સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સમાં 501 પોઈન્ટનો ઉછાળો આવી ચૂક્યો છે. ગઇકાલે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,918.76 પર થયું હતું. જે આજે 73,988.27 પર ખુલ્યું હતું. ત્યારબાદ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં તેજી યથાવત્ રહી હતી અને પછી તે 74,419.35 ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 138 પોઇન્ટનો ઉછાળો અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.  નિફ્ટી ગઇકાલે 23,242.10 પર ક્લૉઝ થઇ હતી જે આજે 23,233.95 પર ખુલી હતી અને પછી સીધી 23,380.65 ની સપાટીએ પહોંચી ગઇ હતી. 

ક્રૂડ ઓઈલમાં ભડકો તો રૂપિયો ડૉલર સામે મજબૂત 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. એક સમયે 90 ડૉલરની સપાટી ગુમાવીને 89 ડૉલર સુધી પહોંચી ગયેલો ક્રૂડ ઓઈલ આજે ફરી એકવાર 92 ડૉલરની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. જે ઓઈલ માર્કેટ અને પેટ્રોલ-ડીઝલની કિંમતો માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો મજબૂત થયો છે. રૂપિયાએ હાલ તો 95 ની સપાટી જાળવી રાખી છે પરંતુ આજે રૂપિયો ડૉલર સામે લગભગ 26 પૈસા જેટલો મજબૂત થયો હતો.