ઈરાનમાં ઈઝરાયેલના મિસાઈલ હુમલાથી શેરબજારને ફટકો, સેન્સેક્સ-નિફ્ટી થયા ક્રેશ
ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પા

ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ કડાકો થયો હતો. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો હતો અને લગભગ 600 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
BSE સેન્સેક્સના તમામ ટોચના 30 શેરોમાંથી, ITC અને Titanના શેરમાં તેજી જોવા મળી હતી, પરંતુ બાકીના 28 શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્લે જેવા શેર પણ 1.50 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે NSEના 1800 શૅર્સ ઘટી રહ્યા છે, જ્યારે 344માં વધારો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં ઘટાડાનાં ત્રણ મોટાં કારણો
બજાર ખુલતા પહેલા ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું કે ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
બીજું મોટું કારણ ગુરુવારે ઈન્ફોસિસનું પરિણામ હતું, જેના કારણે એડીઆરમાં 8 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે આ મોટી કંપનીમાં વેચવાલી થઈ હતી. આ સિવાય સેન્સેક્સની એક્સપાયરીના કારણે પણ આજે વેચવાલીનો દબદબો છે.






