નજીવા સુધારા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં સપાટ બંધઃ નિફ્ટીએ 25,000ની મહત્ત્વની સપાટી જાળવી રાખી
મંગળવારે શેરબજાર ફ્લેટ લેબલ પર બંધ થયું હતું. 25 હજારના સ્તરને જાળવી રાખીને, નિફ્ટી તેના અગાઉના બંધથી 7.16 પ

મંગળવારે શેરબજાર ફ્લેટ લેબલ પર બંધ થયું હતું. 25 હજારના સ્તરને જાળવી રાખીને, નિફ્ટી તેના અગાઉના બંધથી 7.16 પોઈન્ટ અથવા 0.03% વધીને 25,017ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ 13.65 પોઈન્ટ અથવા 0.01% વધીને 81,711ના સ્તરે બંધ રહ્યો હતો. આજના કારોબારની શરૂઆત નિફ્ટીમાં 14 પોઈન્ટના વધારા સાથે 25025 ના સ્તર પર થઈ હતી, જ્યારે સેન્સેક્સ 117 પોઈન્ટની લીડ સાથે 81815 ના સ્તર પર ખુલ્યો હતો. આજે નિફ્ટી ફાર્મા, બેંક નિફ્ટીમાં વધારો નોંધાયો છે.
નિફ્ટી 50ના 50 લિસ્ટેડ શેરોમાંથી 31 શેર 2.04 ટકા સુધીના ઘટાડા સાથે બંધ થયા છે. આમાં ટાઇટન, હિન્દુસ્તાન યુનિલિવર, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઇન્ડિયા અને ગ્રાસિમ ટોપ લુઝર કંપનીઓ હતી.
જ્યારે બીએસઇ સેન્સેક્સમાં લિસ્ટેડ 30માંથી 19 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. આમાં હિન્દુસ્તાન યુનિલિવર, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાઇટન કંપની 2.01 ટકા સુધીના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા.
વ્યાપક સૂચકાંકોમાં, નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ અન્ય કરતાં વધુ સારો દેખાવ કરે છે અને 1.05 ટકાના વધારા સાથે સમાપ્ત થયો છે. દરમિયાન, મીડિયા અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીઓ સેક્ટરમાં 4.10 ટકા સુધી વધીને સૌથી વધુ લાભ મેળવનાર હતી, જ્યારે એફએમસીજી, મેટલ, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ નીચા બંધ હતા.
આજના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર્સ
મંગળવારે, મારુતિ સુઝુકી 2.07%ના વધારા સાથે ટોચ પર રહી, જે 12,497ના ભાવે બંધ થયો, જ્યારે બજાજ ફિનસર્વ 1.95% વધીને 1,719ના સ્તરે બંધ થયો. આ સિવાય એલ&ટી 1.67%ના ઉછાળા સાથે 3,703ના સ્તર પર બંધ થયા છે. આ સિવાય ઈન્ફોસિસમાં 1.28%નો વધારો નોંધવામાં આવ્યો છે, જે પછી તે 1,900ના સ્તર પર બંધ થયો છે.
તે જ સમયે, ટાઇટન કંપનીમાં મહત્તમ 2.18%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે પછી તે 3,551ના સ્તરે બંધ થયો છે. આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલ 2.03% ઘટીને 944ના સ્તર પર બંધ થયો. એચયુએલ 1.93% ઘટીને 2,767ના સ્તરે બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ 1.39% નબળો પડીને 1,077ના સ્તર પર બંધ થયો. આ સિવાય એનટીપીસી 1.26% ઘટીને 409ના સ્તરે આજનું કામકાજ સમાપ્ત કર્યું.
સેક્ટરલ ઈન્ડેક્સમાં આજે નિફ્ટી મીડિયા ટોપ પર રહ્યો હતો. તે 4.10%ના વધારા સાથે 2,149ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી ફાર્મા 0.77%ના વધારા સાથે 22,729ના સ્તર પર બંધ થયો. આ પછી, બેંક નિફ્ટી 0.26%ના વધારા સાથે 51,279ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી રિયલ્ટી 0.20% ઉછળીને 1,038ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી મેટલ 0.61% ઘટીને 9,433ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી એમએનસી 0.21% ઘટીને 30,945ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓટો 0.11% નબળો પડ્યો અને 25,912ના સ્તર પર બંધ થયો.








