મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બેન્કિંગ, મેટલ અને એફએમસીજી શેરોમાં લેવાલીના ટેકે પાંચ દિવસ બાદ સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો

વૈશ્વિક બજારોમાં મજબુતિના પગલે શેરબજારોમાં 23 ડિસેમ્બરને સોમવારે સપ્તાહન

બેન્કિંગ, મેટલ અને એફએમસીજી શેરોમાં લેવાલીના ટેકે પાંચ દિવસ બાદ સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો

વૈશ્વિક બજારોમાં મજબુતિના પગલે શેરબજારોમાં 23 ડિસેમ્બરને સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે તેજી જોવા મળી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સતત ઘટાડા બાદ રોકાણકારોએ આજે ​​રાહતનો શ્વાસ લીધો હતો.

ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતી એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ખરીદી સાથે મેટલ અને ફાઇનાન્શિયલ શેરોમાં ઉછાળાને કારણે આજે શેરબજાર ઊંચા સ્તરે બંધ થયું હતું. 

સોમવારે (23 ડિસેમ્બર) 30 શેરવાળો બીએસઇ સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ વધીને 78,488.64 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 900 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. અંતે, સેન્સેક્સ 0.64% અથવા 498.58 પોઈન્ટ વધીને 78,540.17 પર બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ 0.70% અથવા 165.95 પોઈન્ટના વધારા સાથે 23,753.45 ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીની 39 કંપનીઓના શેર લીલા નિશાનમાં જ્યારે 11 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

ટોપ ગેઇનર્સ

સેન્સેક્સ કંપનીઓમાં આઈટીસીના શેર 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્કના શેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

ટોપ લૂઝર્સ

બીજી તરફ ઝોમેટોના શેર સૌથી વધુ ગગડીને બંધ થયો છે. આ સિવાય મારુતિ સુઝુકી, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટ્સ અને ટીસીએસના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો  હતો.

મેટલ અને બેન્કિંગ શેરો ચમક્યા

ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર) એ નોન-એલોય સ્ટીલ અને એલોય સ્ટીલ ઉત્પાદનોની આયાતમાં સલામતી તપાસ શરૂ કર્યા પછી મેટલ શેરોમાં સોમવારના વેપારમાં 1.3% જેટલો વધારો થયો હતો.

બીએસઇ પર શરૂઆતના ટ્રેડિંગમાં જેએસડબલ્યુ  સ્ટીલના શેરમાં 3.26% જેટલો વધારો થયો હતો. એ જ રીતે, ટાટા સ્ટીલ 142.65 પર ખુલ્યું હતું, જે તેના અગાઉના 140.85ના બંધ ભાવથી લગભગ 2% વધીને ખુલ્યું હતું. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ) ના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો અને તે 2% સુધી વધ્યો હતો.

આ સિવાય વેદાંત લિમિટેડના શેરમાં 1.50%, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના શેરમાં 3%, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 1.75% અને વિઝા સ્ટીલ લિમિટેડના શેરમાં 4.74%નો વધારો થયો છે.

ઝોમેટોએ બીએસઇ સેન્સેક્સમાં જેએસડબલ્યુની જગ્યાએ સ્થાન લીધું

ઝોમેટોએ સોમવારે (23 ડિસેમ્બર) બીએસઇ સેન્સેક્સમાં જેએસડબલ્યુ  સ્ટીલનું સ્થાન લીધું. મતલબ કે JSW સ્ટીલ સેન્સેક્સની 30 કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇટીસી, ઇન્ફોસિસ અને સન ફાર્માસ્યુટિકલ્સના શેરમાં ઇન્ડેક્સની અંદર તેમના વેઇટેજમાં ફેરફાર જોવા મળ્યો છે.

સેક્ટરલ ઇન્ડેક્સના હાલ ચાલ

આજના કારોબારી સ્રત્રમાં બેન્કિંગ શેરોમાં તેજી જવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.10% ના ઉછાળા સાથે 51,318 ના સ્તર પર બંધ થયા છે, જ્યારે નિફ્ટી મેટલ 0.89% ના વધારા સાથે 8,891 ના સ્તર પર બંધ થયા છે. આ પછી નિફ્ટી ફાર્મા 0.31% ના વધારાની સાથે 22,572 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.13% વધીને 43,828 ના સ્તર પર બંધ થયો છે. તે જ સમયે, નિફ્ટી ઓટો 0.10% ના ઘટાડા સાથે 22,558 ના સ્તર પર બંધ થયો હતો.

આ સમાચાર શેર કરો