શુક્રવારે માર્કેટમાં શાનદાર તેજી : સેન્સેક્સ 73,000 અને નિફ્ટી 22,000ને પાર બંધ
ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો હોવાના સમાચાર આવતા જ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.જોકે, ટ્રેડિંગના

ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો હોવાના સમાચાર આવતા જ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.જોકે, ટ્રેડિંગના અંતિમ સપ્તાહના દિવસે બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સે ફરી એકવાર 73,000ની સપાટી પાર કરી દીધી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી માર્કેટ લાલ નિશાને બંધ થતું હતું.
શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ 599 પોઈન્ટના ઉછાળા સાથે 73,088 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 151 પોઈન્ટના વધારા સાથે 22,147 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આ શેર લાલ-લીલા નિશાને થયા બંધ
આજના ટ્રેડિંગમાં બજાજ ફાઇનાન્સ 3.16 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.72 ટકા, HDFC બેન્ક 2.46 ટકા, મારુતિ સુઝુકી 2.20 ટકા, વિપ્રો 1.92 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે HCL ટેક 1.20 ટકા, નેસ્લે 1.04 ટકા, TCS 0.93 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
માર્કેટ કેપમાં ઉછાળો
ભારતીય શેરબજારમાં પરત ફરેલી આ તેજીને કારણે માર્કેટ કેપમાં ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 393.47 લાખ કરોડ પર બંધ થયું છે જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટનું માર્કેટ કેપ રૂ. 392.89 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 58,000 કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.






