મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

કોર્પોરેટ પરિણામોની મોસમ પહેલા નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 720 અને નિફ્ટી 184 પોઇન્ટ તૂટ્યો

ઘરેલું શેરબજારમાં સપ્તાહની આખરી કારોબારી સત્ર એટલે કે 3 જ

કોર્પોરેટ પરિણામોની મોસમ પહેલા નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 720 અને નિફ્ટી 184 પોઇન્ટ તૂટ્યો

ઘરેલું શેરબજારમાં સપ્તાહની આખરી કારોબારી સત્ર એટલે કે 3 જાન્યુઆરીના રોજ સેનસેક્સ અને નિફ્ટી ગગડ્યા હતાં. મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી સુધારા સાથે ખુલ્યા બાદ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. સોમવાર (7 જાન્યુઆરી)થી શરૂ થતા કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની મોસમ પહેલા રોકાણકારોએ નફો બુક કર્યો હતો, જેના કારણે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું.

શુક્રવાર (3 જાન્યુઆરી)ના રોજ 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 80 હજારથી ઉપર ખુલ્યો હતો પરંતુ થોડા જ સમયમાં લાલ નિશાનમાં સરકી ગયો હતો. અંતે, સેન્સેક્સ 720.60 પોઈન્ટ અથવા 0.90% ઘટીને 79,223.11 પર બંધ થયો.

આ પણ વાંચો: RBIએ આપી ચેતવણી, ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર લખેલો આ નંબર તાત્કાલિક કરો દૂર, ખિસ્સા થઈ શકે છે ખાલી

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ નજીવા વધારા સાથે ખુલ્યો હતો. પરંતુ તે ખુલતાની સાથે જ પતનમાં ગયો. નિફ્ટી અંતે 183.90 પોઈન્ટ અથવા 0.76% ઘટીને 24,004.75 પર બંધ થયો.

ટોપ લૂઝર્સ શેરો

સેન્સેક્સ કંપનીઓમાં ઝોમેટોના શેર સૌથી વધુ ઘટીને બંધ થયા છે. એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા, આઇટીસી, એલ એન્ડ ટી, એચસીએલ ટેક, ભારતી એરટેલ મુખ્ય ઘટ્યા હતા.

ટોપ ગેનર્સ શેરો

બીજી તરફ ટાઇટન અને ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. હિંદુસ્તાન યુનિલિવર, મારુતિ, રિલાયન્સ, એનટીપીસી, નેસ્લે, અલ્ટ્રા સિમેન્ટ, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સના શૅર વધીને બંધ થયા હતા.

શુક્રવારે (3 જાન્યુઆરી) શેરબજારમાં ઘટાડાનું કારણ?

ઇન્ડેક્સમાં હેવી વેઇટ દરાવનારા ફાયનાન્સિયલ અને ઓટો શેરોમાં વેચવાલીનું પ્રેશર આવતા શેરબજારમાં આજે ત્રીજી જાન્યુઆરીને શુક્રવારે કડાકો નોંધાયો હતો. તે જ સમયે, સોમવારથી શરૂ થતા કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પહેલા રોકાણકારો સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત એશિયન અને અમેરિકન શેરબજારોમાં ઘટાડાની પણ સ્થાનિક બજારો પર નકારાત્મક અસર પડી છે.

સતત બીજા સપ્તાહે શેરબજારમાં એકંદરે સુધારો નોંધાયો

ભારતના બેન્ટમાર્ક ઇન્ડેક્સે શુક્રવારે સતત બીજી વખત સાપ્તાહિક વૃધ્ધિ નોંધાવી હતી. તેની આગેવાની ઓટો શેર્સ દ્વારા કરવામાં આવી હતી, જે માસિક વેચાણ ડેટાના આધારે વધ્યો હતો. આ અઠવાડિયે ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા છે, જે ગયા સપ્તાહના પગલાને પ્રતિબિંબિત કરે છે. તે જ સમયે, બેન્ચમાર્ક 2024 માં લગભગ 8.5% વધ્યો. જોકે, વૈશ્વિક બજારોમાં આ સૌથી નીચો છે.

આ પણ વાંચો: જામનગર એક સ્થળ નહીં પરંતુ રિલાયન્સનો આત્મા, રિફાઈનરીની સ્થાપનાના 25 વર્ષ પૂરાં થતા નીતા અંબાણીનું સંબોધન

આગામી સપ્તાહે કેવી રહેશે બજારોની ચાલ

વિશ્લેષકોનું કહેવું છે કે આવતા સપ્તાહે શરૂ થતા ભારતીય કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બજારની દિશા નક્કી કરશે. તેમણે જણાવ્યું હતું કે યુએસ નીતિ અને કેન્દ્રીય બજેટ સહિત તમામ મુખ્ય ટ્રિગર્સની વચ્ચે કંપનીઓના ત્રિમાસિક પરિણામો ટૂંકા ગાળામાં સ્થાનિક ઇક્વિટીના પ્રદર્શનને આકાર આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ સમાચાર શેર કરો