શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં મોટું ગાબડું પડતા રોકાણકારોના રૂ. 6 લાખ કરોડ સાફ
ભારતીય શેરબજારમાં બુધવારે મોટો કડાકો બોલી ગયો છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયા સાફ થઈ ગયા છે. આજના કારોબારમાં બેન્

ભારતીય શેરબજારમાં બુધવારે મોટો કડાકો બોલી ગયો છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયા સાફ થઈ ગયા છે. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, મેટલ, ફાર્માના શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 984 પોઈન્ટના કડાકા સાથે 77,690.95ના સ્તરે બંઘ થયો હતો. જ્યારે નિફ્ટી 324 પોઈન્ટ તૂટીને 23,559ના સ્તરે ક્લોઝ થયો હતો.
આ પણ વાંચો: Swiggy IPO/ શાનદાર લિસ્ટિંગ બાદ હવે શેર 15% વધ્યો, રોકાણકારોને પહેલા જ દિવસે જંગી નફો
શેરબજારમાં ભારે ઘટાડાના પગલે બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.14 લાખ કરોડ ઘટીને રૂ. 430 લાખ કરોડ પહોંચી ગયું છે. જે ગત કારોબારી સેશનમાં 436.59 લાખ કરોડ હતું.ઘટાડા પાછળના મુખ્ય કારણો
ઓક્ટોબર મહિનામાં મોંઘવારી દર વધીને 6.21% થયો છે, જે છેલ્લા 14 મહિનામાં સૌથી વધુ છે. જે RBIના 2-6%ના લક્ષ્યની બહાર છે. ફુગાવાના આ વધારાને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ટળી શકે છે. જે રોકાણકારો માટે નકારાત્મક સંકેત છે. આ કારણે બજારમાં અસ્થિરતા છે અને રોકાણકારો જોખમ ટાળવા તરફ આગળ વધી રહ્યા છે.
નબળાં કોર્પોરેટ પરિણામો
કંપનીઓની ત્રિમાસિક કમાણી અપેક્ષા કરતા ઓછી નોંધાઈ છે. વિદેશી રોકાણકારોની ચોતરફી વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ભારતીય બજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે.
રોકાણકારો ચીન તરફ વળ્યા
ચીનની આર્થિક સ્થિતિમાં સુધારો અને ચીનના શેરબજારમાં આવેલી તેજીને કારણે વિદેશી રોકાણકારો હવે ચીનના બજાર તરફ વળી રહ્યા છે. જેના કારણે ભારતીય બજારમાંથી મૂડી બહાર આવી રહી છે.






