મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં ફરી એકવાર રોનક પરત ફરીઃ આઇટી અને બેન્કિંગ શેરોના ટેકે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં રોનક પાછી ફરી હતી. બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને

શેરબજારમાં ફરી એકવાર રોનક પરત ફરીઃ આઇટી અને બેન્કિંગ શેરોના ટેકે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં રોનક પાછી ફરી હતી. બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. આજે સેન્સેક્સ 591 પોઈન્ટના ઉછાળા સાથે 81,973ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 164 પોઈન્ટના ઉછાળા સાથે 25,127ના સ્તરે બંધ થયો હતો. ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક અને એલએન્ડટીના શેરોએ આજે ​​બજારને ઉંચકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ શેરોમાં સોથા વધારે ઉછાળો નોંધાયો

આજના કારોબારમાં સૌથી વધારે તેજી આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની ટેક મહીન્દ્રામાં જોવા મળી હતી.  તેનો શેર 2.76% ના ઉછાળા સાથે 1,692 ના સ્તરે બંધ થયો, જ્યારે એચડીએફસી  બેંકનો શેર 2.25% ના ઉછાળા સાથે 1,688 ના સ્તરે બંધ થયો. આ પછી એલ એન્ડ ટી 2.09% ના ઉછાળા સાથે 3,555 ના સ્તર પર બંધ થયો, જ્યારે આઇટીસી શેર 1.80% ની લીડ પછી 496.95 ના સ્તર પર બંધ થયો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.70% વધીને રૂ.1,370ના સ્તરે બંધ થયા છે.

આ શેરોમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો

મારુતિ સુઝુકીનો શેર 1.87% ઘટીને રૂ. 12,538 પર બંધ થયો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 1.46% ઘટીને રૂ. 158.32 પર બંધ થયો. તે જ સમયે, બજાજ ફાઇનાન્સનો શેર 1.28% ના નુકસાન સાથે 7,209 ના સ્તરે બંધ થયો હતો. આ પછી અલ્ટ્રાટેક સિમેન્ટ 1.06% ઘટીને 11,300 ના સ્તર પર બંધ થયો. આ સિવાય એક્સિસ બેન્ક 0.70% ઘટીને 1,164ના સ્તરે બિઝનેસ બંધ કર્યો હતો.

આઇટી અને બેન્કિંગ શેરોમાં તેજી, મેટલ શેરો ઘટ્યા

સોમવારે નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 1.61 ટકાના વધારા સાથે 1,057 ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી આઈટી 1.27% ના વધારા સાથે 42,873 ના સ્તર પર બંધ થયો હતો. આ પછી, બેંક નિફ્ટી 1.26% ઉછળીને 51,817 ના સ્તર પર સમાપ્ત થયો. તે જ સમયે, નિફ્ટી મીડિયા સૌથી વધુ 1.00% ઘટીને 2,057ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મેટલ 0.28% ઘટીને 9,905ના સ્તરે બંધ થયો હતો.

ભવિષ્યમાં બજાર કેવી રીતે ચાલશે?

ક્લોઝિંગ બેલ પછી રોકાણકારોનું ધ્યાન હવે સપ્ટેમ્બરના સ્થાનિક ફુગાવાના ડેટા પર રહેશે. આ આંકડા નક્કી કરશે કે કેન્દ્રીય બેંક આરબીઆઇ ક્યારે વ્યાજ દરોમાં ઘટાડો કરશે. રોકાણકારો વ્યાજદરમાં સંભવિત કાપના સંકેતો પર નજર રાખી રહ્યા છે અને સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે કંપનીઓના નરમ બીજા ક્વાર્ટરના પરિણામો અને તેલના ઘટતા ભાવ વચ્ચે ભારતીય બજાર સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. બજારના તાજેતરના ઘટાડા પછી આઇટી અને નાણાકીય ક્ષેત્રો ખરીદીમાં રસ આકર્ષી રહ્યા છે.”

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

એશિયાના અન્ય બજારોમાં જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી વધ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઘટ્યો હતો. બપોરે કારોબારમાં યુરોપના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ હતું. શુક્રવારે અમેરિકન બજાર વોલ સ્ટ્રીટ લીડ પર હતું.

આ સમાચાર શેર કરો