SCSS : નિવૃત્તિ પછી દર મહિને મળશે રૂ.20,000 પેન્શન, આજથી જ આ સરકારી યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો
Senior Citizen Savings Scheme : પોતાના રિટાયરમેન્ટ માટે રોકાણ કરવું હર કોઇ માટે અનિવાર્ય બની ગયું

Senior Citizen Savings Scheme : પોતાના રિટાયરમેન્ટ માટે રોકાણ કરવું હર કોઇ માટે અનિવાર્ય બની ગયું છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારી નિવૃત્તિ માટે કોઈ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર અને પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં રોકાણ કરીને તમે ખૂબ સારું વ્યાજ મેળવી શકો છો.
સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ
જો તમે નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મેળવવા માટેની સ્કીમ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ- SCSS તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરીને, તમે નિવૃત્તિ પછી દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. ચાલો જાણીએ આ યોજના વિશે.
યોજનાની પાકતી મુદત 5 વર્ષ
60 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ-SCSS માં રોકાણ કરી શકે છે. સ્કીમમાં 1000 રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. વ્યાજની વાત કરીએ તો આ યોજનામાં નાગરિકોને 8.2 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં કેવી રીતે રોકાણ કરવું?
જો તમે આ સ્કીમમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર વર્ષે 2,46,000 રૂપિયાનું વ્યાજ મળશે. આવી સ્થિતિમાં, તમને દર મહિને 20,500 રૂપિયાની માસિક આવક થશે. યોજના માટે અરજી કરવા માટે, તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમારું ખાતું ખોલાવી શકો છો.








