મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

SEBIએ નાના રોકાણકારોને આપ્યા સારા સમાચાર, બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ લિમિટમાં વધારો થશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBIએ શેરબજારના નાના રોકાણકારો માટે

SEBIએ નાના રોકાણકારોને આપ્યા સારા સમાચાર, બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ લિમિટમાં વધારો થશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBIએ શેરબજારના નાના રોકાણકારો માટે સારા સમાચાર આપ્યા છે. માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા માટે SEBI મૂળભૂત ડીમેટ ખાતાની મર્યાદા વધારવાનું વિચારી રહી છે. SEBIએ બુધવારે માહિતી આપી હતી કે બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ એ ડીમેટ એકાઉન્ટનું નાનું વર્ઝન છે, જે વર્ષ 2012માં શરૂ કરવામાં આવ્યું હતું.

SEBIએએ BSDAની સંપૂર્ણ સમીક્ષા કરી હતી

SEBIએ કહ્યું કે સિક્યોરિટી માર્કેટમાં હિસ્સો વધારવા અને રોકાણને સરળ બનાવવા માટે, બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટની સુવિધાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટરે દરખાસ્તમાં જણાવ્યું હતું કે ડીમેટ ખાતામાં રાખવામાં આવેલી સિક્યોરિટીઝની કિંમત કોઈપણ સમયે 10 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

4 લાખ રૂપિયાથી વધુ BSDA પર ચૂકવવો પડશે આટલો ચાર્જ

પાત્રતાના ધોરણોની યાદી આપતા, SEBIએ જણાવ્યું હતું કે વ્યક્તિ પાસે માત્ર એક જ ડીમેટ ખાતું હોવું જોઈએ જેમાં તે એકમાત્ર અથવા પ્રથમ ધારક હોય અને તેની પાસે તમામ ડિપોઝિટરીઝમાં તેના નામે માત્ર એક મૂળભૂત સેવા ડીમેટ ખાતું હોવું જોઈએ. આ સિવાય સેબીએ બીએસડીએ માટે મહત્તમ વાર્ષિક ફીની સમીક્ષા કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

SEBIએ તેના પ્રસ્તાવ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે 4 લાખ રૂપિયા સુધીના પોર્ટફોલિયો માટે વાર્ષિક જાળવણી ફી શૂન્ય હશે. જ્યારે 4 લાખથી 10 લાખ રૂપિયા સુધીના પોર્ટફોલિયો માટે 100 રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે. આ સિવાય, જો કોઈ વ્યક્તિનો પોર્ટફોલિયો 10 લાખ રૂપિયાથી વધુ છે, તો મૂળભૂત સેવા ડીમેટ એકાઉન્ટને નિયમિત ડીમેટ ખાતામાં રૂપાંતરિત કરવું જોઈએ.

રોકાણકારોની મદદ માટે Saa₹thi 2.0 એપ લોન્ચ કરી

સોમવારે SEBIએ શેરબજારના રોકાણકારો માટે Saa₹thi 2.0 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. એપ વિશે માહિતી આપતાં SEBIએ કહ્યું કે આ અપડેટેડ એપ રોકાણકારોના દરેક સવાલોના જવાબ આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં, રોકાણકારોને પર્સનલ ફાઇનાન્સના આયોજનમાં મદદ કરવા માટે એક વિડિયો સીરિઝ પણ મળશે, જેના દ્વારા રોકાણકારો પર્સનલ ફાઇનાન્સ સંબંધિત ઝીણી ઝીણી બાબતોને સરળ ભાષામાં સરળતાથી સમજી શકશે.

આ સમાચાર શેર કરો