મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

લોકસભા ચૂંટણી/ કોમર્શિયલ LPG Cylinder સસ્તુ થયું, અમદાવાદમાં 70 રૂપિયા ભાવ ઘટ્યો

દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે અને આગામી 4 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણી

લોકસભા ચૂંટણી/  કોમર્શિયલ LPG Cylinder સસ્તુ થયું, અમદાવાદમાં 70 રૂપિયા ભાવ ઘટ્યો

દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે અને આગામી 4 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામ પહેલા જ મોંઘવારીમાં રાહત આપતા સમાચાર આવ્યા છે. 1 જૂન 2024થી દેશમાં LPG સિલિન્ડર સસ્તુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે.

અમદાવાદથી દિલ્હી અને મુંબઇમાં કેટલુ સસ્તું થયું સિલિન્ડર

LPG Cylinderના નવા ભાવ 1 જૂન 2024થી લાગુ કરવામાં આવ્યા છે. જોકે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ વખતે પણ 19 કિલોગ્રામ ધરાવતા LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન શરૂ થયા પહેલા જ સવારે છ વાગ્યે કંપનીઓએ LPG ગ્રાહકોને મોટી ભેટ આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા થયેલા બદલાવ બાદ 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1 જૂનથી અમદાવાદમાં 70 રૂપિયા, દિલ્હીમાં 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઇમાં 69.50 રૂપિયા અને ચેન્નાઇમાં 70.50 રૂપિયા સસ્તુ થઇ ગયું છે.

ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઇ ઘટાડો નથી

મહત્ત્વપૂર્ણ છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ કે રેસ્ટોરન્ટમાં થાય છે. એવામાં તેમની કિંમત ઘટવાથી બહારનું ખાવા-પીવાનું સસ્તું થઇ શકે છે. બીજી તરફ ઘરની રસોઇમાં યૂઝ થતા 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતમાં આ વખતે પણ કોઇ બદલાવ જોવા મળતો નથી.

IOCLની વેબસાઇટ અનુસાર, તેની કિંમતમાં કોઇ બદલાવ થયો નથી.અમદાવાદમાં 810 રૂપિયા, દિલ્હીમાં 803, મુંબઇમાં 802.50 રૂપિયા અને કોલકાતામાં 829 રૂપિયા ભાવ છે.
 

આ સમાચાર શેર કરો