મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અમેરિકાની ચૂંટણીના પરિણામ પહેલા ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી, જાણો ઉછાળાનું કારણ

એક બાજુ મંગળવારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. બીજી બાજુ ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી

અમેરિકાની ચૂંટણીના પરિણામ પહેલા ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી, જાણો ઉછાળાનું કારણ

એક બાજુ મંગળવારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. બીજી બાજુ ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી છે. જેના પગલે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મંગળવારે, જેએસડબલ્યુ  સ્ટીલ 4.68 ટકા, ટાટા સ્ટીલ 3.64 ટકા, એક્સિસ બેંક 2.85 ટકા અને એચડીએફસી  બેંકનો શેર 2.56 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો.

આ શેરો લાલ નિશાને થયા બંધ

આજના ટ્રેડિંગ સેશનમાં, અદાણી પોર્ટ્સ એસઇઝેડ 1.48%, એશિયન પેઇન્ટ્સનો શેર 0.97%, આઇટીસી શેર 0.91% અને ભારતી એરટેલનો શેર 0.81%ના ઘટાડા સાથે બંધ થયો હતો. 

આ પણ વાંચો: વિશ્વના સૌથી અમીર લોકો તેમના નાણાંનું રોકાણ ક્યાં કરે છે, જુઓ તેમનો સંપૂર્ણ પોર્ટફોલિયો

 

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે વોટિંગ ચાલુ

5મી નવેમ્બર 2024 અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે  મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. તમામની નજર આ ચૂંટણીના પરિણામો પર ટકેલી છે.

બજારના નિષ્ણાતોના મતે યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા રોકાણકારોએ નીચા વેલ્યુએશન ધરાવતા ગણાતા હેવીવેઇટ ફાઇનાન્શિયલ શેરો ખરીદ્યા હતા, જેણે બજારને ટેકો આપ્યો હતો.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

એશિયન બજારોમાં ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પોઝિટીવ રહ્યા હતા જ્યારે સિઓલ નીચામાં બંધ રહ્યા હતા. તે જ સમયે, યુરોપિયન બજારો લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે અમેરિકન શેરબજારો સોમવારે ઘટાડા સાથે બંધ થયા હતા.

વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ 

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનું વેચવાલી ચાલુ છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂ. 4,329.79 કરોડની ઇક્વિટી વેચી હતી.

આ સમાચાર શેર કરો