RBIએ બે દિવસમાં 3 બેંકોને ફટકાર્યો દંડ, જાણો HSBC પર શા માટે લગાવી પેનલ્ટી?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો સામે સમયાંતરે કડક કાર્યવાહી ક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો સામે સમયાંતરે કડક કાર્યવાહી કરતી રહે છે. છેલ્લા બે દિવસમાં RBIએ નિયમોનું પાલન ન કરવા બદલ મોટી બેંકો પર દંડ લગાવ્યો હતો. હવે RBIએ HSBC બેંક પર 36.38 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ જરૂરી માહિતી પૂરી પાડવાના નિયમોનું પાલન ન કરવા બદલ HSBC પર આ દંડ લાદવામાં આવ્યો છે.
નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી
આરબીઆઈ દ્વારા બેંકને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. આના જવાબમાં બેંકે માત્ર લેખિત જવાબ જ નથી આપ્યો પરંતુ મૌખિક રીતે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સેન્ટ્રલ બેંક તરફથી આ બાબતનો અભ્યાસ કર્યા પછી અને બેંક દ્વારા આપવામાં આવેલા જવાબને ધ્યાનમાં લીધા પછી, RBI એ નિષ્કર્ષ પર આવી કે નિયમોનું ઉલ્લંઘન વાજબી હતું અને દંડ લાદવો જરૂરી છે. આરબીઆઈએ એમ પણ કહ્યું કે, નિયમોનું પાલન ન કરવાને કારણે દંડ લાદવાની કાર્યવાહી કરવામાં આવી છે.
યસ બેંક અને ICICI પર પણ ફટકાર્યો હતો દંડ
આ પહેલા આરબીઆઈએ બે મોટી બેંકો પર પેનલ્ટી લગાવી હતી. RBIએ ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો ICICI બેંક અને યસ બેંક સામે કડક કાર્યવાહી કરી છે. નિયમોનું પાલન ન કરવા બદલ RBIએ ICICI બેંક પર 1 કરોડ રૂપિયા અને યસ બેંક પર 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેંકો પર કાર્યવાહી બાદ જાણો ગ્રાહકો પર તેની શું અસર થશે?
ગ્રાહકો પર શું અસર થશે?
RBI બેંકિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ લાદતી રહે છે. પરંતુ આવા દંડની ગ્રાહકો પર કોઈ અસર થતી નથી. આરબીઆઈ દ્વારા બેંકો પર દંડ લાદવાથી તેમની કામગીરી પર કોઈ અસર થશે નહીં, ન તો ગ્રાહકો સાથે કરવામાં આવેલા વ્યવહારો પર કોઈ અસર પડશે. લોન અને સેવિંગ્સ એકાઉન્ટ પર તેની કોઈ અસર નહીં થાય. ગ્રાહકો અને બેંકો પહેલાની જેમ સામાન્ય રીતે કામકાજ ચાલુ રાખી શકશે.
74 કરોડનો દંડ
આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં 64 બેંકો અને એનબીએફસી પર 74.1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. વર્ષ 2023માં 41 બેંકો પર 33.1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2024માં 16 સરકારી બેંકો, 13 ખાનગી બેંકો, ચાર વિદેશી બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંક પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે.








