મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બ્રિટેનમાંથી 100 ટન સોનું પરત લાવવા અંગે RBI ગવર્નરે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતે થોડા સમય પહેલાં જ યુકેમાંથી 100 ટન સોનું પરત મગાવ્યું હતું. જેના પર લોકોએ તર્ક-વિતર્ક લગાવ

બ્રિટેનમાંથી 100 ટન સોનું પરત લાવવા અંગે RBI ગવર્નરે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતે થોડા સમય પહેલાં જ યુકેમાંથી 100 ટન સોનું પરત મગાવ્યું હતું. જેના પર લોકોએ તર્ક-વિતર્ક લગાવ્યા હતા. પરંતુ આ મામલે સ્પષ્ટતા આપતાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈ બ્રિટનમાંથી 100 ટન સોનાનો ભંડાર ભારત લાવી છે. કારણકે, દેશમાં તેનો સંગ્રહ કરવા પર્યાપ્ત ભંડાર ક્ષમતા છે. પરિણામે અન્ય કોઈ વિતર્ક કાઢશો નહીં.

આરબીઆઈએ 2023-24માં બ્રિટનમાં સંગ્રહિત પોતાનું 100 ટન સોનું ભારતની તિજોરીમાં ટ્રાન્સફર કર્યું છે. જે 1991 બાદ સોનાનું સૌથી મોટું ટ્રાન્સફર છે. 1991માં ફોરેક્સ સંકટનો સામનો કરવા ભારતે પોતાના સોનાનો મોટો હિસ્સો ગિરો મૂકવા તિજોરીમાંથી બહાર કાઢ્યું હતું. દાસે જણાવ્યું કે, આ સોનું આપણું છે, જે માત્ર વિદેશના ભંડારમાં લાંબા સમયથી સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. 

વિદેશમાં ભારતનું 413 ટન સોનું

આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ અનુસાર, 2023-24માં જારી કરવામાં આવેલા ચલણી નોટ્સના બદલે સ્થાનિક સ્તરે 308 ટનથી વધુ સોનું ફાળવ્યું હતું. તે સિવાય 100.28 ટન સોનુ સ્થાનિક બેન્કિંગ વિભાગની સંપત્તિ પેટે જમા કરવામાં આવ્યું હતું. વિદેશણાં 413.79 ટન સોનાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો