મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બે દિવસના બદલે હવે કલાકોમાં થશે ચેક ક્લિયર, RBI ટૂંક સમયમાં લાવી રહી છે આ સિસ્ટમ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી પૂર્ણ થયાં બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કેટલીક મહત

બે દિવસના બદલે હવે કલાકોમાં થશે ચેક ક્લિયર, RBI ટૂંક સમયમાં લાવી રહી છે આ સિસ્ટમ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી પૂર્ણ થયાં બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કેટલીક મહત્ત્વની જોગવાઈઓ વિશે જાહેરાત કરી હતી. જેમાં ચેક પેમેન્ટ સંબંધિત એક યોજના પણ જણાવી હતી.

આરબીઆઈએ નવી ચેક ક્લિયરિંગ વ્યવસ્થા શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે આ અંગે જણાવ્યું હતું કે, હવે ચેક પેમેન્ટ્સ થોડા જ કલાકોમાં ક્લિયર કરવા પર કામ કરી રહ્યા છે. હાલ ચેક ક્લિયર થવામાં બે દિવસનો સમય લાગે છે. પરંતુ હવે ચેક પેમેન્ટ્સ માટે વધુ રાહ જોવી પડશે નહીં.

ગવર્નર દાસે આ નવી પ્રણાલીને ચેક-ક્લિયરિંગ પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરવા, ફંડ ટ્રાન્સફરમાં વિલંબના મુદ્દાનાને સંબોધિત કરતાં અને અસરકારક ટ્રાન્જેક્શનમાં સુધારો કરવા ઘડી છે.

ચેકથી પગાર લેતા પગારદારોને આ સેવાનો ખૂબ લાભ થશે

ખાતેદારો ખાસ કરીને વેપારીઓ અને ચેકથી પગાર લેતા પગારદારોને આ સેવાનો ખૂબ લાભ થશે. ઘણીવાર પૈસાની તાતી જરૂરિયાતના સમયે તેમનો ચેક ક્લિયરિંગમાં અટવાયેલો હોવાથી ચિંતિંત રહે છે. આ નવી સિસ્ટમથી આ ચિંતા રહેશે રહેશે નહીં. ઝડપથી પેમેન્ટ ખાતામાં જમા થશે. જે ફાઈનાન્સિયલ પ્લાનિંગ માટે પણ લાભકારક સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો