મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBIની કોટક મહિન્દ્રા બેંક વિરુદ્ધ કાર્યવાહી : નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક, જાણો શું છે કારણ

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક કોટક મહિન્દ્રા બેંકને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બુધવારે કોટક મહિન

RBIની કોટક મહિન્દ્રા બેંક વિરુદ્ધ કાર્યવાહી : નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક, જાણો શું છે કારણ

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક કોટક મહિન્દ્રા બેંકને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બુધવારે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત RBIએ ઓનલાઈન અને મોબાઈલ બેંકિગ ચેનલોના માધ્યમથી નવા ગ્રાહકોને જોડવા પર રોક લગાવી દીધી છે. તેમજ વધુમાં કહ્યું કે, ‘કોટક મહિન્દ્રા બેંકના હાલના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને રાબેતા મુજબ તમામ સેવા મળતી રહેશે.’

RBIએ શા માટે કાર્યવાહી કરી?

આરબીઆઈએ આઈટી રિસ્ક મેનેજમેન્ટ અને ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓપરેશન્સમાં ખામીઓને કારણે આ કાર્યવાહી કરી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર કોટક બેંક તેની વૃદ્ધિ સાથે તેની આઈટી સિસ્ટમમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. આરબીઆઈએ કહ્યું કે વર્ષ 2022 અને 2023 માટે રિઝર્વ બેંક દ્વારા બેંકની આઈટી તપાસથી ઉદ્ભવેલી ચિંતાઓને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુરૂવારે બેંકના શેરોને અસર થશે!

તમને જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા બેંકને લઈને આ સમાચાર શેરબજાર બંધ થયા પછી આવ્યા છે. આવી સ્થિતિમાં આવતીકાલે ગુરુવારે આ બેંકિંગ કંપનીના શેરો ફોકસમાં રહેશે. બજારના જાણકારોના મતે આવતીકાલે આ સ્ટૉકમાં ઘટાડો જોવા મળી શકે છે. જો કે, આજે બુધવારે કોટક મહિન્દ્રા બેંકનો શેર 1% કરતા વધુ વધીને રૂ. 1,842.95 પર બંધ થયો હતો.

આ સમાચાર શેર કરો