મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

WPI Inflation: મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 15 મહિનાની સર્વોચ્ચ સપાટીએ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા મોંઘવારીના આંકડા મુજબ એપ્રિલની સરખામણીએ મે મહિનામાં જથ્થાબંધ મોંઘવા

WPI Inflation: મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 15 મહિનાની સર્વોચ્ચ સપાટીએ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા મોંઘવારીના આંકડા મુજબ એપ્રિલની સરખામણીએ મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર બમણાંથી વધુ થતા 15 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. 
 
મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.61 ટકા 

મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.61 ટકા રહ્યો છે. જે એપ્રિલના 1.26 ટકાથી લગભગ બમણો છે જ્યારે ગત વર્ષે મે માં જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી પણ ઓછો એટલે કે નેગેટિવ હતો. આ -3.61% રહ્યો હતો.

શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં 32.42% રહ્યો

બટાકા અને ડુંગળી સહિત અન્ય શાકભાજીની જથ્થાબંધ કિંમતમાં વધારો જોવા મળ્યો. શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં 32.42% રહ્યો છે. એપ્રિલમાં આ આંકડો 23.60 ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર મે માં 58.05 ટકા અને બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા રહ્યો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે ડબ્લ્યૂપીઆઈ ઈન્ફ્લેશનના મે ના આંકડા જારી કર્યાં છે. જેમાં ફૂડ ઈન્ફલેશનના આંકડા પણ સામે આવ્યા છે. આંકડા અનુસાર મે માં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 9.82 % રહ્યો છે, જ્યારે એપ્રિલમાં આ 7.74 ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળમાં જોવામાં આવી છે. દાળનો મોંઘવારી દર મે માં 21.95 ટકા રહ્યો છે.

આ સમાચાર શેર કરો