એર ઇન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ ફ્લાઇટ કેન્સલ, ક્રૂ મેમ્બર અચાનક રજા પર ઉતરી ગયા
એર ઇન્ડિયા એક્સપ્રેસના સીનિયર ક્રૂ મેમ્બર્સ સામુહિક રીતે રજા પર ગયા બાદ 70થી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે.એર

એર ઇન્ડિયા એક્સપ્રેસના સીનિયર ક્રૂ મેમ્બર્સ સામુહિક રીતે રજા પર ગયા બાદ 70થી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે.એરલાઇન્સના કેટલાક મેમ્બર્સ માસ સિક લીવ પર જતા રહ્યાં છે જેને કારણે એરલાઇન કંપનીએ ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી છે.સુત્રો અનુસાર, નાગરિક ઉડ્ડયન અધિકારી અચાનક બનેલી આ ઘટનાનું કારણ સમજવા માટે તપાસ કરી રહ્યાં છે.
ટાટા ગ્રુપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, 'અમારા કેબિન ક્રૂએ અંતિમ મિનિટમાં બીમાર થવાની સૂચના આપી હતી જે બાદ કેટલીક ફ્લાઇટ મોડી પડી હતી જ્યારે કેટલીકને રદ કરવામાં આવી છે.'
એરલાઇન્સે કહ્યું કે, અમે પોતાના મુસાફરોની માફી માંગીએ છીએ. પ્રભાવિત લોકોને પુરા પૈસા રિફંડ અથવા કોઇ બીજા દિવસની ટિકિટ આપવાની રજૂઆત કરવામાં આવશે. આજે અમારી સાથે ઉડાન ભરનારા મુસાફરોને અનુરોધ છે કે તે એરપોર્ટ ગયા પહેલા આ તપાસ કરી લે કે તેમની ફ્લાઇટ પ્રભાવિત થઇ છે કે નથી થઇ.






