સ્વિગીથી મંગાવ્યું સગાઈમાં મહેમાનો માટે જમવાનું તો કંપનીએ કરી આવી કોમેન્ટ, લોકો પણ થઈ ગયા ઈમ્પ્રેસ
ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ Zomato અને Swiggy

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ Zomato અને Swiggyની લોકપ્રિયતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી છે. જો લોકોને ઘરે ખાવાનું રાંધવાનું મન ન થતું હોય, તો તેઓ આ ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા માત્ર એક ક્લિકથી તેમના ઘરે ભોજનનો ઓર્ડર આપી શકે છે. તમે પણ આ ઈ-કોમર્સ ફૂડ ડિલિવરી એપનો ઉપયોગ જરૂરથી કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈએ લગ્ન કે સગાઈ જેવા મોટા પ્રસંગ માટે ફૂડ ડિલિવરી એપથી ફૂડ મંગાવ્યું હોય. હા, તમે સાચું જ વાંચ્યું. આ બિલકુલ સત્ય છે.
Swiggy પરથી મંગાવ્યું સગાઈમાં મહેમાનો માટે જમવાનું
સામાન્ય રીતે, લોકો સગાઈ અને લગ્ન જેવા પ્રસંગો માટે રસોઈયાં અથવા કેટરર્સને બોલાવતા હોય છે, પરંતુ દિલ્હીના એક કપલે તેમની સગાઈમાં રસોઈયાં અથવા પરંપરાગત કેટરિંગને બદલે એક અનોખો રસ્તો અપનાવ્યો. કપલે સ્વિગી દ્વારા તેમની સગાઈમાં મહેમાનો માટે ફૂડનો ઓર્ડર આપ્યો. આ સગાઈ સમારોહમાં ભાગ લેનાર મહેમાનોએ આ ફંક્શનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટોમાં જોઈ શકાય છે કે, એન્ગેજમેન્ટ ફંક્શન માટે એક ટેન્ટ લગાવવામાં આવ્યો છે જેમાં ટેબલ પર ઘણા સ્વિગી ફૂડ બોક્સ રાખવામાં આવ્યા છે. સ્વિગી ટી-શર્ટ પહેરેલો એક ડિલિવરી પાર્ટનર પણ ત્યાં ઊભો જોવા મળે છે. આ તસવીર સુસ્મિતા નામની એક્સ યુઝરે શેર કરી છે.
અહેવાલો અનુસાર, આ દિલ્હીનું એક કપલ છે જેણે પરંપરાગત રસોઈયાં અથવા કેટરિંગ કંપનીને ભાડે આપવાને બદલે તેમના સગાઈના ફંક્શન માટે સ્વિગીમાંથી ફૂડ ઓર્ડર કરવાનું શ્રેષ્ઠ માન્યું. એક્સ પર એક યુઝર દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ વાયરલ થઈ છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.






