મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

હવે UPIથી લોન આપશે બૅન્ક, RBIની જાહેરાત; જાણો કઈ રીતે કરી શકાશે ઉપયોગ

RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ જાળવી રાખવાની સાથે ક

હવે UPIથી લોન આપશે બૅન્ક, RBIની જાહેરાત; જાણો કઈ રીતે કરી શકાશે ઉપયોગ

RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ જાળવી રાખવાની સાથે કેશ રિઝર્વ રેશિયોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત યુપીઆઈ પેમેન્ટમાં પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત લોકો હવે યુપીઆઈ મારફતે પણ સરળતાથી અને ઝડપી લોન લઈ શકશે.

આ પણ વાંચો: RBIની ખેડૂતો માટે મોટી જાહેરાત, કોઈપણ પ્રોપર્ટી ગીરવી રાખ્યા વગર મળશે આટલી લોન!

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈએ યુપીઆઈ ક્રેડિટ લાઈન માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્મોલ ફાઈનાન્સ બેન્કોને યુપીઆઈ ક્રેડિટ લાઈન મારફત લોન આપવાની મંજૂરી અપાઈ છે. જેનાથી નાના વેપારીઓ સહિત ઘણાં લોકોને સરળતાથી લોન મળી શકશે.

શું છે યુપીઆઈ ક્રેડિટ લાઈન

યુપીઆઈ ક્રેડિટ લાઈનની શરૂઆત ડિસેમ્બર, 2023માં થઈ હતી. સામાન્ય લોકો સુધી લોન પહોંચાડવાના ઉદ્દેશ સાથે તૈયાર કરાયેલી ફાઈનાન્સિયલ પ્રોડક્ટ છે. જેનાથી બેન્ક ગ્રાહકને પ્રિ-અપ્રુવ્ડ ક્રેડિટ લાઈન હેઠળ લોન આપે છે. આ લોન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફત આપવામાં આવે છે. યુઝર બેન્ક પાસેથી યુપીઆઈ મારફત લોન લઈ શકે છે. પ્રિ-અપ્રૂવ્ડ લિમિટ યુઝરના એકાઉન્ટ લિમિટ સાથે જોડાયેલી છે. તેના પર વ્યાજ ચૂકવવાનું હોય છે. કેલ્યુકેશન બિલિંગ સાયકલના અંતમાં થાય છે.

આ રીતે કરી શકાશે ઉપયોગ

યુઝરના યુપીઆઈ મારફત થતાં ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ સ્કોરના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. આ સેવામાં યુઝર યુપીઆઈ પિન મારફત પેમેન્ટ કરી શકે છે. જેની રકમ બાદમાં યુપીઆઈ મારફત જ જમા કરાવવાની રહેશે. તે એક ડિજિટલ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે. જેમાં ફિઝિકલ ક્રેડિટ કાર્ડની જેમ રકમ નિર્ધારિત હોય છે. આ સ્કીમનો લાભ લેવા માટે બેન્કમાં અરજી કરવાની રહેશે. બેન્કમાંથી મંજૂરી મળ્યા બાદ તમે બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ પર પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો.

આ પણ વાંચો: RBIની મોટી સિદ્ધિ, ઓક્ટોબરમાં ખરીદ્યું રેકોર્ડ બ્રેક સોનું, વિશ્વમાં બન્યું નંબર 1

આ રીતે લિંક કરાવો

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી યુપીઆઈ એપ ડાઉનલોડ કરો
  • રજિસ્ટ્રેશન કર્યા બાદ ક્રેડિટ લાઈન વિકલ્પ પસંદ કરો
  • બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખતાં સ્ક્રિન પર ક્રેડિટ લાઈન દેખાશે
  • ક્રેડિટ લાઈન એકાઉન્ટ પસંદ કરી લિંક કરાવો અને કન્ફર્મ કરો.
  • યુપીઆઈ લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી આપી છે.

અગાઉ ચાર ડિસેમ્બરે આરબીઆઈએ યુપીઆઈ લાઈટ વોલેટ મર્યાદા પણ વધારી રૂ. 5000 અને પ્રિ-ટ્રાન્ઝેક્શન લિમિટ રૂ. 1000 કરી હતી. 

આ સમાચાર શેર કરો