RBIની ખેડૂતો માટે મોટી જાહેરાત, કોઈપણ પ્રોપર્ટી ગીરવી રાખ્યા વગર મળશે આટલી લોન!
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરવી રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, જેને RBIએ વર્ષ 2019માં વધારી હતી. પાંચ વર્ષ બાદ આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: RBIની મોટી સિદ્ધિ, ઓક્ટોબરમાં ખરીદ્યું રેકોર્ડ બ્રેક સોનું, વિશ્વમાં બન્યું નંબર 1
હવે જે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોનની જરૂર છે તેઓ કોઈપણ પ્રોપર્ટી ગીરવી રાખ્યા વિના આ નાણા મેળવી શકશે. જોકે, તેઓએ ઓળખ અને અન્ય મહત્ત્વપૂર્ણ હેતુઓ માટે અન્ય ડોક્યુમેન્ટ આપવા પડશે. RBI દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઈનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. તેનાથી વધુ ખેડૂતો લોનનો લાભ મેળવી શકશે. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલેટરલ લોન શું છે?
કોલેટરલ લોન એ એવી લોન છે જેમાં તમારે લોન લેતી વખતે કેટલીક સિક્યોરિટી જમા કરાવવાની હોય છે. સામાન્ય રીતે બે પ્રકારની લોન હોય છે. પ્રથમ અનસિક્યોર્ડ (પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ પર લોન), જેમાં તમારે કોઈ સિક્યોરિટી જમા કરાવવાની જરૂર નથી. બીજી હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન જેવી સિક્યોર્ડ લોન છે. આ લોન લેતી વખતે, બેંક તમારી પાસેથી સિક્યોરિટી લે છે. હવે આ સિક્યોરિટી પણ બે પ્રકારની છે. પ્રથમ પ્રાઈમ છે અને બીજું કોલેટરલ સિક્યોરિટી છે. જો ઉધાર લેનાર લોન ચૂકવવામાં અસમર્થ હોય, તો બેંક સિક્યોરિટી વેચીને તેના પૈસા કવર કરી લે છે.
તમે કોલેટરલ ફ્રી લોન ક્યાંથી લઈ શકો છો?
કોલેટરલ ફ્રી લોન ખાનગી અને સરકારી બંને બેંકો પાસેથી લઈ શકાય છે. આ માટે વ્યાજ દર 10.50 ટકાથી વધુ હોય છે. કોલેટરલ ફ્રી લોન કોઈપણ પ્રોપર્ટી ગીરવી રાખ્યા વિના આપવામાં આવે છે.
RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો
RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે. આ 11મી વખત છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.








