Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ રજૂ કરશે કેન્દ્રીય બજેટ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ 2024ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નાણામ

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ 2024ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. તેમ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું છે.
સંસદીય કાર્યમંત્રીએ આપી જાણકારી
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનીય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય બજેટ 23 જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
નિર્મલા સીતારમણના નામે એક અનોખો રેકોર્ડ નોંધાશે
આ વખતે બજેટની રજૂઆત સાથે વર્તમાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ જશે. નિર્મલા સીતારમણ સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બની જશે. અગાઉ મોરારજી દેસાઈ સતત છ બજેટ રજૂ કર્યા હતા.
મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું
આ વર્ષે એપ્રિલમાં મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા એટલે કે ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.








