નિફ્ટીનું છેલ્લા 6 મહિનામાં શાનદાર પ્રદર્શન, વેલ્યુએશન 5 વર્ષમાં સરેરાશથી ઉપર પહોંચ્યું, રોકાણકારોએ શું કરવું?
નિફ્ટીનું વર્તમાન વેલ્યુએશન પોતાની પાંચ વર્ષની સરેરાશ પર પહોંચી ગયું છે. જેમાં મોટાભાગની બાબતોનું મુલ્યાંકન થઈ

નિફ્ટીનું વર્તમાન વેલ્યુએશન પોતાની પાંચ વર્ષની સરેરાશ પર પહોંચી ગયું છે. જેમાં મોટાભાગની બાબતોનું મુલ્યાંકન થઈ ચૂક્યું છે. એક્સિસ સિક્યોરિટીઝે એક નોંધમાં જણાવ્યું હતું કે, 50-સ્ટૉક ઇન્ડેક્સ 5 વર્ષની સરેરાશ પર ટ્રેડ થઈ રહ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝે વધુમાં અનુમાન લગાવ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં તે 24,600ના સ્તરે પહોંચી શકે છે. અર્થાત આગામી 8 મહિનામાં વર્તમાન સ્તરથી 300 પોઈન્ટ્સથી ઓછો વધારો કરશે.
એક્સિસ સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી.
એક્સિસ સિક્યોરિટીનું કહેવું છે કે, આગામી સમયમાં બજારનું ધ્યાન ફંડામેન્ટલ્સ પર રહેશે. 4 જૂને માર્કેટમાં ભારે ઘટાડા પછી, જે દિવસે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા, તે 21,884.50 ના નીચા સ્તરે પહોંચી ગયો હતો, ત્યારબાદ તેજી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે 4 જૂન પછી નિફ્ટી 2,560 પોઈન્ટ્સ અથવા 12% સુધી મજબૂત થઈને 24,433.20ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો છે.
છેલ્લા છ મહિનામાં શાનદાર પ્રદર્શન
2024ના વર્ષમાં અત્યાર સુધીમા નિફ્ટીમાં મોટા પાયે ચડાવ ઉતાર અને વેલોટાલિટી સાથે જબરજસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. નિફ્ટીએ એક વર્ષમાં 25 ટકા રીટર્ન આપ્યું છે. સૂચન આપતી વખતે એક્સિસ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે નિફ્ટી 50 આગામી દિવસોમાં નવી ઊંચી સપાટીને સ્પર્શશે. અમે માર્ચ 2025 માટે નિફ્ટીનો લક્ષ્યાંક 24,600 રાખ્યો છે, જેનું મૂલ્યાંકન માર્ચ 2026ની આવકના 20 ગણા પર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રોકાણકારોને બજારમાં રોકાણ કરવા અને સારી તરલતા (10%) જાળવવાની સલાહ આપે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી શકાય, જ્યાં આવકની સંભાવના ઘણી વધારે હોય.
રોકાણ લાર્જ કેપ તરફ આગળ વધી શકે
વધુમાં, છેલ્લા કેટલાક મહિનામાં મિડકેપ્સ અને સ્મોલકેપ્સ તરફ મજબૂત પરિવર્તન સાથે, વેલ્યુએશનમાં સલામતીનું માર્જિન લાર્જકેપ્સમાં ઉપલબ્ધ માર્જિન કરતાં ઓછું થઈ ગયું છે. એક્સિસે શક્યતા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં કેટલાક સેક્ટરમાં થોડો સુધારો જોવા મળશે, કારણ કે રોકાણ લાર્જ કેપ તરફ આગળ વધી શકે છે.
ડિસ્ક્લેમરઃ શેરબજારમાં રોકાણ બાબતે નિષ્ણાતોની સલાહ લેવી. જીએસટીવી આ બાબતે કોઈ સલાહ આપતું નથી.








